Haiyu Maru Tu Na Bal Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Haiyu Maru Tu Na Bal Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તોડી મારૂં દિલને તોડી મારી લાગણી
હો …તોડયું મારૂં દિલને તોડી મારી લાગણી
હો કાળજું ફાટ્યું મારૂં જવાબ તારો હાંભળી
ઠુકરાવી મારો પ્યાર શું મળ્યું તને યાર
હાથ જોડી કવશું તને હૈયું મારૂં તું ના બાળ
હો તોડયું મારૂં દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારૂં જવાબ તારો હાંભળી
અરે વાત મારી એક વાર હાંભળી લે ખુલ્લા કાને
જે દિ તું દગો કરે દુનિયા છોડતા વાર નઈ લાગે
હો મોતથી વધારે હવે મહોબ્બત નો ડર લાગે
જયારે કોઈ પોતાનું ખરા ટાણે રોણ કાઢે
જોઈને પૈસાદાર બદલ્યો તે વિચાર
હાથ જોડી કવશું તને હૈયું મારૂં તું ના બાળ
હો તોડયું મારૂં દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારૂં જવાબ તારો હાંભળી
હો હાલત ખરાબ છે દવા ચ્યોથી કામ લાગે
પ્રેમના ઘાવ ને રૂંધાતા વાર લાગે
બાંધી રાખ્યો છે મને એની કીધેલી રે વાતે
સોગંન ખાધા તા હાથ મુકી એના માથે
જો બોલી ને ફરૂ તો ભરોસો તુંટી જાય
હાથ જોડી કવશું તને હૈયું મારૂં તું ના બાળ
હો તોડયું મારૂં દિલ ને તોડી મારી લાગણી
કાળજું ફાટ્યું મારૂં જવાબ તારો હાંભળી