Sunday, 22 December, 2024

હરિ વસે છે હરિના જનમાં

388 Views
Share :
હરિ વસે છે હરિના જનમાં

હરિ વસે છે હરિના જનમાં

388 Views

હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? હરિ.

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં રે … હરિ.

કાશી જાઓ ને તમે ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી પવનમાં રે … હરિ.

જોગ કરો ને ભલે જગન કરાવો,
પ્રભુ નથી હોમ હવનમાં રે … હરિ.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિના જનમાં રે … હરિ.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *