Hath Tara Kem Na Kapana Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Hath Tara Kem Na Kapana Lyrics in Gujarati
By Gujju26-05-2023
હાથ તારા કેમ ના કપાણા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મેંદી મુકતા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મેંદી મુકતા
કાળજરા કેમ ના વધાણા
બીજા ની પીઠી ચોળતા
પારકા હારે ચોળીએ ચર્યા
કોલ દીધેલા ભૂલી ગયા
કોના સહારે અમને મેલ્યા
રોતા રહ્યારે અમે રાહ માં
હસી ને તમે હાહરે ગયા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મેંદી મુકતા
તારા ઘેર લગન ના ઢોલ રૂડા વાગે
મારાથી સાજન એ કેમ હંભળાસે
શરણાયું ના મીઠા સુર રેલાશે
હામ્ભરી ને મારુ હૈયું વીંધાશે
મેંદી મુકી તે મારા લોહીની
ગરીબી જોઈ તેતો મારા ઘરની
છેડો ફારી ને તમે હાલ્યા
રોતા રહ્યારે અમે રાહ માં
હસી ને તમે હાહરે ગયા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મેંદી મુકતા
સોળે શણગાર સજી ચોળીમા તું આવશે
એજ ઘડીયે મારા પ્રાણ રે નીકરશે
ચોળી એ ચળીશ તું લગાણીયા ગવાશે
મારા ઘેર મરણ ના મરસીયા ગવાશે
પાનેતર ઓઢી તું પારકા ઘેર જઈશ
દુનિયા ને હું અલવિદા કઇશ
બળતા મેલ્યા મશાન માં
બળતા રહ્યા અમે આગ માં
પાનેતર ઓઢી પારકા થયા
હાથ તારા કેમ ના કપાણા
બીજા ની મેંદી મુકતા
કાળજરા કેમ ના વધાણા
બીજા ની પીઠી ચોળતા
હાથ તારા કેમ ના કપાયા
બીજા ની મેંદી મુક્તા