Jindagi Ma Ketlu Kamana Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Jindagi Ma Ketlu Kamana Lyrics in Gujarati
By Gujju25-04-2023
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
કેટલા બનાવ્યા તમે મેડીં ને માળીયા
કેટલા બનાવ્યા તમે મેડીં ને માળીયા
કેટલા રળ્યા તમે નાણા
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
ઉગ્યો ને આથમ્યો ધંધાની લાયમાં
ઉગ્યો ને આથમ્યો ધંધાની લાયમાં
ભૂંડે મોઢે જોને ભટકાણા
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
ડાહ્યા થઈં કેટલી દુનીયા ડખોળી
ડાહ્યા થઈં કેટલી દુનીયા ડખોળી
મોટા થઈ ખોટાં મનાણાં
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
લાવ્યા છોં કેટલું અને લઈ જશો કેટલું
લાવ્યા છોં કેટલું અને લઈ જશો કેટલું
છેવટે તો લાકડા ને છાણા
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
ગાયા નહી ગુણ તમે કદિયે ગોવીંદના
ગાયા નહી ગુણ તમે કદિયે ગોવીંદના
મીંડા હિસાબમાં મૂકાણાં
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો
જીંદગી મા કેટલુ કમાણા
હો જરા સરવાળો માંડજો