Khel Khelo Re Bhavani Ma Gujarati Garba Lyrics
By-Gujju20-05-2023

Khel Khelo Re Bhavani Ma Gujarati Garba Lyrics
By Gujju20-05-2023
ખેલ ખેલ રે ભવાની મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
મારી અંબા માને કાજે રે જય જય અંબે મા
બાળી બહુચરના કાજે રે જય જય અંબે મા
મારી બુટ માને કાજે રે જય જય અંબે મા
કાળી કાળકા માને કાજે રે જય જય અંબે મા
માનાં નોરતા આવ્યા રે જય જય અંબે મા
સહુ ગોરીના મનને ભાવ્યા રે જય જય અંબે મા
ઘેર ઘેર ગરબા ગાયે રે જય જય અંબે મા
ચાચર ચાંદનીઓ બંધાયે રે જય જય અંબે મા
તેમાં શોભા ઘણી થાયે રે જય જય અંબે મા
માને સેવક ચાચર લાવે રે જય જય અંબે મા
માજી ચાચર રમવા આવે રે જય જય અંબે મા
માજી શણગાર સજી આવે રે જય જય અંબે મા
માજી રૂમઝુમતા આવે રે જય જય અંબે મા
માજી ગરબો લઈને આવે રે જય જય અંબે મા
ભક્તો દર્શન કાજે આવે રે જય જય અંબે મા
માના ગરબા જે કોઈ ગાવે રે જય જય અંબે મા
માજી તેને પ્રસન્ન થાયે રે જય જય અંબે મા
તેના પાપો પ્રલય થાયે રે જય જય અંબે મા
તેને સુખ સંપત્તિ આપે રે જય જય અંબે મા
તેનાં વંશમાં વૃદ્ધિ રાખે રે જય જય અંબે મા
માજી સહાય તેને કોણ ચાખે રે જય જય અંબે મા
તેના વિઘ્ન માજી કાપે રે જય જય અંબે મા૦
તેને સુખ શાંતિ મા આપે રે જય જય અંબે મા
તેને વૈકુંઠ વાસ આપે રે જય જય અંબે મા૦