Kismat Lyrics in Gujarati | કિસ્મત લિરિક્સ
By-Gujju17-06-2023

Kismat Lyrics in Gujarati | કિસ્મત લિરિક્સ
By Gujju17-06-2023
હવે મારી રાતોનો ચાંદ રે નથી
કોને કરૂં જે વાત મનમાં હતી
હવે મારી રાતોનો ચાંદ રે નથી
કોને કરૂં જે વાત મનમાં હતી
મનની વાતો તો મનમાંજ રહી ગઈ
ઉગે ના સુરજ કોઈ દી એવી રાત થઇ ગઈ
કેમ કરી જીવશું જો સાથ હવે તું નથી
તું તો મારી જિંદગી હતી
મારી કિસ્મતમાં તું નથી
તું નથી તો આ જિંદગી નથી
મારી કિસ્મતમાં તું નથી
તું નથી તો આ જિંદગી નથી
તું જો દૂર છે ને મુજથી રે આજે
તુજ બીન જગ સુનું સુનું રે લાગે
તું જો કિસ્મત મુજમાં રે હતી
ભવોભવ ખુદને લખું તારી સાથી
દૂર રે રહીને હવે કેમ રે જીવશે
આગના દરિયામાં કેમ રે તરાશે
હાથ તારો હાથમાં નથી
મારી કિસ્મતમાં તું નથી
તું નથી તો આ જિંદગી નથી
મારી કિસ્મતમાં તું નથી
તું નથી તો આ જિંદગી નથી
હું તો રોઝ હવે જીવું છું પરાણે
જોવું છું રાહ તારી ક્યારે તું આવે
લઈશું કોનો હવે જીવવાનો આરો
કમ છે શ્વાસ હવે જલ્દીથી આવો
ઓરતા અધુરા દિલના રહી જશે
જાણીને ઝેર હવે કેમ રે પિવાશે
સાથ તારો રાહમાં નથી
મારી કિસ્મતમાં તું નથી
તું નથી તો આ જિંદગી નથી
મારી કિસ્મતમાં તું નથી
તું નથી તો આ જિંદગી નથી