Thursday, 16 April, 2026
  • ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

    શ્રી મહેંદી નવાઝ જંગ

  • ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ? 

    શ્રી બાબુભાઈ પટેલ

  • મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ?

    સપ્ટેમ્બર - 1956

  • સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?

    પુષ્યગુપ્ત વૈશ્ય

  • 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત …….. .માંથી બનેલી છે.

    આરસ

  • દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ?

    24 દિવસ

  • પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો 

    બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા

  • ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ? 

    પ્રબંધચિન્તામણિ

  • 1857ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ?

    ગરબડદાસ

  • સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?

    મીનળ દેવી

  • ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

    માધવસિંહ સોલંકી

  • વડોદરા સ્ટેટનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ?

    સર પ્રતાપસિંહ

  • ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન કયા વર્ષમાં લદાયું હતું ?

    1971

  • મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી ?

    ઈ.સ. 1026

  • ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ?

    અહમદશાહ

  • ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. 

    શ્રીમદ્ રાજચંદ્ર

  • ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ? 

    પુલકેશી

  • સામાજિક ધાર્મિક સંસ્થા……….ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા. 

    માનવધર્મ સભા

  • ‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ’ સામયિક કોણ ચલાવતું હતું ?

    શ્યામજીકૃષ્ણ વર્મા

  • ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..….. 

    સા વિદ્યા યા વિમુક્તયે

  • ‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?

    નરેન્દ્ર મોદી

  • કયાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ?

    માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન

  • ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

    1960

  • અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?

    કર્ણાવતી

  • સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ?

    અલાઉદ્દીન ખીલજી

  • ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ? 

    સિદ્ધરાજ

  • ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?

    લાંઘણજ

  • અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું?

    સુરતના નવાબનું રાજ્ય

  • જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું છે ?

    સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ

  • ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ?

    અરવિંદ ઘોષ

  • તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ?

    મહેસાણા

  • નવનિર્માણ આંદોલન કયાં હેતુ માટે થયું હતું ?

    મોંઘવારી હટાવવી

  • ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? 

    જુનાગઢ

  • રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે? 

    સિદ્ધપુર

  • મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

    પાટણ

  • છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

    ડૉ. ચંદુલાલ દેસાઈ

  • ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ?

    પોર્ટુગીઝ

  • શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?

    વડોદરા

  • ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ? 

    સલ્તનત

  • ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો. 

    જીવરાજ મહેતા

  • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

    મહાત્મા ગાંધી

  • ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત કયાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ?

    શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

  • ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ – વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે? 

    નરેન્દ્ર મોદી

  • નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને શું બનવાની શીખ આપી ? 

    કર્મયોગી

  • જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો.

    રાયચંદભાઈ

  • બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 

    1893

  • બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી?

    સયાજીરાવ ગાયકવાડે

  • વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને ક્યા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ?

    ઈ.સ.1875

  • આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?

    ખેડા સત્યાગ્રહ

  • ક્યા સત્યાગ્રહ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ ?

    ખેડા સત્યાગ્રહ

  • ક્યો રાજવી ‘ગુજરાતનો અશોક’ કહેવાય છે ? 

    કુમારપાળ

  • ગુજરાત રાજયની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે કયાં મહાનુભાવ હતાં ? 

    શ્રી કલ્યાણજી મહેતા

  • ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા?

    સંજાણ

  • શ્રીકૃષ્ણને ક્યા સ્થળે તીર વાગ્યું ?

    ભાલકાતીર્થ

  • ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યા થઈ હતી ? 

    સોનગઢ

  • પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ….. ભાષામાં છે.

    ગુજરાતી

  • ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ?

    સયાજીરાવ ગાયકવાડ

  • સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ હતા. તેઓએ સિદ્ધપુરમાં નિર્માણ કરાવેલું હતું ?

    રુદ્રમહાલય

  • અણહિલવાડ પાટણનું અપભ્રંશ થયેલું નામ ક્યું છે ?

    અનાવાડા

  • ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

    દાંડી યાત્રા

  • મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ? 

    અમદાવાદ મિલ સત્યાગ્રહ

  • ગોળીઓ પર કોઈના નામ સરનામાં હોતા નથી. આ વાકય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું ? 

    ઠાકોરભાઈ દેસાઈ

  • ગુજરાતના ક્યા દેશી રજવાડા માટે આરઝી હકુમત રચાઈ હતી?

    જૂનાગઢ

  • અલાઉદ્દીન ખલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ?

    કાન્હડે પ્રબંધ

  • અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે ? 

    મહંમદ બેગડો

  • જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે.

    ખીરક

  • વર્ષ 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ? 

    સયાજીરાવ ગાયકવાડ

  • સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ ક્યો હતો ?

    જરથ્રુસ્ટ ધર્મ

  • ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્યા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ?

    તાત્યા ટોપે

  • આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ? 

     શેઠ અંબાલાલ

  • મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં ક્યા રાજાનું શાસન હતું ?

    ભીમદેવ પ્રથમ

  • ઇ.સ. 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

    અંબાલાલ સાકરલાલ દેસાઈ

  • કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

    ગાંધીજી

  • ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ……..માં આવેલું છે.

    અનહિલવાડ પાટણ

  • ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ?

    ખંડણીની રકમ

  • ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ?

    ઉત્તરીય કાળી પોલીશના વાસણો

  • ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ?

    સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા

  • મધ્ય યુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા ?

    શિવના ઉપાસક

  • વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેકઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી ? 

    ગવર્નર ડંકર

  • 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?

    સુભાષચંદ્ર બોઝ

  • લોથલની શોધ કોણે કરી હતી ? 

    ડો.એસ.આર.રાવ

  • ભારતીય સંધમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યા રાજાએ કરી ?

    ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી

  • શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યા મંત્રી રહી ચૂકેલા છે ?

    કાપડ મંત્રાલય

  • ડભોઈ કિલ્લો……ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો.

    સિદ્ધરાજ જયસિંહ

  • સાબરમતી આશ્રમ વર્ષ …….માં બંધાયો.

    1917

  • મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ? 

    5 એપ્રિલ

  • ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો?

    સિદ્ધરાજ જયસિંહ

  • વસ્તુપાળ અને તેજપાળ રાણા વીરધવલના મંત્રીઓ હતા, તે રાજ્ય હાલનો ક્યો વિસ્તાર ?

    ધોળકા

  • પાલીતાણા ખાતે આવેલું શેત્રુજય જૈન મંદિર ક્યા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે ?

    બ્રિટિશકાળ

  • સરદાર વલ્લભભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 

     ઈ.સ.1928

  • પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યું બંદર મરી – મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?

    ભરૂચ

  • ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

    ઈ.સ.1960

  • સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

    ભાઈકાકા

  • ક્યા રાજાએ ભીલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરક જિષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો ?

    સિદ્ધરાજ જયસિંહ

  • મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને ‘ફરઝંદે ખાસ દોલત ઈંગ્લિશિયા’નો ઈલ્કાબ આપ્યો હતો ? 

    સયાજીરાવ ત્રીજા

  • ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા?

    1888

  •  ‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

    મહિપતરામ રૂપરામ

  • ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યા થયો હતો ?

    રંગૂન (મ્યાનમાર)

  • ‘લાંઘણજ’નામની પ્રાગઐતિહાસિક જગ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?

    મહેસાણા

  • ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા?

     વિશળદેવ ચૌહાણ