-
ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ?
મૂળરાજ પ્રથમ
-
ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો.
દ્વારકાધીશ મંદિર
-
કાદંબરીના રચયિતા કોણ છે?
બાણભટ્ટ
-
રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ?
વિજાપુર
-
મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ?
પાટણ
-
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?
અસહકાર આંદોલન
-
મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ?
ભીમદેવ પહેલો
-
ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ?
બાબુભાઈ જશભાઈ પટેલ
-
હડપ્પીય સંસ્કૃતિનું ક્યું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ હતું?
લોથલ
-
ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ?
ઈ.સ.1304
-
હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?
ચાંગદેવ
-
ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ?
અકબર
-
હિન્દ સ્વરાજના લેખક કોણ છે?
ગાંધીજી
-
ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા ?
ચાલુક્ય
-
સન 1948માં ‘સૌરાષ્ટ્ર’ રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ?
જામસાહેબ દિગ્વિજયસિંહ
-
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
શંકરલાલ પરીખ
-
ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?
25 મે, 1915
-
મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ?
શાંતિદાસ
-
ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?
ઔરંગઝેબ
-
ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
મહાદેવભાઈ દેસાઈ
-
મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ?
અણહિલપુર પાટણ
-
અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ?
હિંદ છોડો
-
8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું ?
હિંદ છોડો
-
સત્યાગ્રહના લડવૈયા પૂ.રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો.
ખેડા
-
ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ?
ખેડા સત્યાગ્રહ
-
સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?
સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી
-
ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ?
શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
-
મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?
વર્ષ 1956
-
રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ?
જહાંગીર or શાહજહાં
-
રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?
ઉદયમતી
-
ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ?
મુઝફ્ફરશાહ બીજો
-
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ?
બળવંતરાય મહેતા
-
મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી ?
1930
-
વસ્તુપાલ – તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ?
રાણા વીરધવલ
-
જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ?
ભગવાનલાલ ઈન્દ્રજી
-
ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ?
ડૉ.હસમુખ સાંકળીયા
-
અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ?
સોમનાથ મંદિર
-
સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ?
સુરેન્દ્રનગર
-
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ?
વર્ષ 1891
-
ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?
ચાર
-
ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?
મહમૂદ બેગડો
-
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?
ડૉ.જીવરાજ મહેતા
-
સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો.
રોજડી
-
સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ?
અંબાલાલ સાકરલાલ દેસાઈ
-
અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા.
ઉલુઘખાન, નુસરતખાન
-
સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ?
જમીન
-
પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ?
ભુલાભાઈ દેસાઈ
-
ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો
કૃષ્ણાશંકર માસ્તર
-
કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ?
મહાદેવભાઈ દેસાઈએ
-
ગુજરાત રાજયમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ?
નરેન્દ્ર મોદી
-
આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ?
ડો.જીવરાજ મહેતા
-
ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે?
મૌર્યકાળ
-
ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો.
શ્યામજી કૃષ્ણ વર્મા
-
ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ?
ઈ.સ. 1979
-
ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ?
કર્ણદેવ વાઘેલા
-
સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ?
લોથલ
-
શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ?
રાણી નાયકા દેવી




















































