Sunday, 22 December, 2024

કોનુડો રમવા આયો સંદેશો Lyrics in Gujarati | Rakesh Barot

220 Views
Share :
કોનુડો રમવા આયો સંદેશો Lyrics in Gujarati | Rakesh Barot

કોનુડો રમવા આયો સંદેશો Lyrics in Gujarati | Rakesh Barot

220 Views

કોક નવા જૂની લાગે છે આજ

એ ચમ ગોરી આટલા બધા છો મૂડમાં
એ ચમ ગોરી આટલા બધા છો મૂડમાં
કોક નવા જૂની લાગે છે આજ

હે આયા હવે ઢૂકડા કાનુડાના દાડા
મૈયરીએ મારે જવું હો રાજ

એ ..હે …હવારે તો મોઢું ચડાઈને ફરતા
બોલાવું તોય તમે મારાથી ના બોલતા.

સંસાર માં થોડા ઘણા થાય જોને રીહણા
મજા રે મનોમણની મળે ના સાયબા

ચમ હવે ઘડીકમાં બદલાઈ ગયાસો
એ ચમ હવે ઘડીકમાં બદલાઈ ગયાસો
કોક નવા જૂની લાગે હો રાજ

આયો મારા મૈયરીએથી સંદેશો
કોનુંડો મારે રમવા જવું હો રાજ
એ કોક નવા જૂની લાગે હો આજ

હો મને હતું કે કોક ઉભું કરશે ગતકડું
લાગે છે નવાઈ જોઈ હસતું એનું મુખડું

હો ઘર હોય તો કોક દાડો વાસણ ખખડે
ગણી ગોઠ વાળશો ના નોના નોના જગડે

હે …એ …પ્રેમથી ના વાત મારી હારે તું કરતી
સાંજ ને સવારે ડખા ઉભા તું કરતી

એ ડખો તમે કયો છો એને પ્રેમ હું સમજતી
ખટ પટ ના કરું તો ઉંઘ નહિ આવતી

એ ચમ આજે ટોડલે ઉભી વાટ જોવો
એ ચમ આજે ટોડલે ઉભી વાટ જોવો
કોક નવા જૂની લાગે છે આજ

એ ચાર પાંચ દાડા કોનુંડે રમશું
છઠ્ઠા દાડે પાછી આવું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ

હો વૈશાખમાં વિવાહને જેઠ કાઢ્યો મૈયરમાં
અષાઢી બીજને આયો કોનુંડો પિયરમાં

હો જવા દયો વાતો જૂની ફેંદો ના ગોદડાં
અવસરે જવું પડે છોડો હવે વેલડા

એ …હે …જાવું હોય તો જાજો હવે મૈયર નહિ આવું મેળવા
જીવ કેય ત્યારે આવજો નહિ આવું હવે તેડવા

મેલવા આવો તો હવે મારે મૈયર જાવું
નહીંતર કોનુંડો નથી મારે રમવું

એ ચમ આજ કરો છો આટલો લટુપણો
એ ચમ આજ કરો છો આટલો લટુપણો
વાત મને હમજાય ગઈ છે બધી આજ

હે રાજી થઇ આલો રાજા તો મારે જાવું
નકે વિચાર મોંડી વાળું હો રાજ

એ કોક નવા જૂની લાગે છે આજ
નકે વિચાર મોંડી વાળું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *