Maa Tu Aavje Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Maa Tu Aavje Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે કોઈ આવે કે ના ભલે આવે
માં તું આવજે રે
હે કોઈ બોલાવે કે ના બોલાવે
માં તું બોલાવજે રે
હે અમારા હતા એ થઇ ગયા પારકા
આજે તારા સતના પારખા
અમારા હતા એ થઇ ગયા પારકા
આજે તારા સતના પારખા
હે કોઈ ચલાવે કે ના ચલાવે
માં તું ચલાવજે રે
હે કોઈ આવે કે ના ભલે આવે
માં તું આવજે રે
હો સુખમાં હો હગા દુઃખમાં ના કોઈ
ખુશીયો અમારી કાયમ માટે ખોઈ
હો તારાથી શીદ બધું જાય છે માં જોઈ
દાડા જાય છે અમારા રોઈ રોઈ
હો તારા વિના ભરોહો કોઈ નો ન આવે
શું કરીએ તો દુઃખની વેળા વીતી જાવે
તારા વિના ભરોસો કોઈ નો ન આવે
શું કરીએ તો દુઃખની વેળા વીતી જાવે
હે કોઈ હંભારે કે ના હંભારે
માં તું હંભાળજે રે
હે કોઈ આવે કે ના ભલે આવે
માં તું આવજે રે
હો અણધારી આફત વેટઇ જી છે
ખબર નહિ અમારી હું ભુલ થઇ છે
હો દેવ દેવી ફરીને ખર્ચી ખૂટી જઈ છે
એવું લાગે કે કળ ની માતા હોઈ જઈ છે
હો હોજ હવાર કરૂં તારી અગરબત્તી
જોજે ના એળે જાય મારી દીવાબત્તી
હોજ હવાર કરૂં તારી અગરબત્તી
જોજે ના એળે જાય મારી દીવાબત્તી
હે કોઈ વારે આવે કે ના આવે
માં તું આવજે રે
હે કોઈ આવે કે ના ભલે આવે
માં તું આવજે રે
આજ કવિ રબારી બોલાવે માં વેલી આવજે રે
હે રાજન ધવલ દેવ પગલી બોલાવે
માં વેલી આવજે રે