માધવપુરનો માંડવો આવે જાદવકુળની જાન
By-Gujju22-11-2023
350 Views
માધવપુરનો માંડવો આવે જાદવકુળની જાન
By Gujju22-11-2023
350 Views
માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન;
પરણે તે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન… ૧
જાદવ જાનૈયા થયા, માંડવિયા પણ સોય;
વિધિ સહિત વિવા’ રચ્યો, કસર ન રાખી કોય… ૨
માણેક સ્થંભ મંડપ રચ્યો, મધ્યે ચોરી બાંધી સાર;
મોહન આવ્યા માંયરે, કોટિ ભુવનના કરતાર… ૩
માથે તે મુગટ જડાવનો, કાને કુંડળ મકરાકાર;
બાંયે બાજુબંધ બેરખા, કોટે કૌસ્તુભ મણિનો હાર… ૪
શોભે ઘણા શણગારમાં, પીતાંબર અતિ ઉદાર;
હેમકડાં બેઉ હાથમાં, પાયે ઝાંઝરનો ઝણકાર… ૫
વ્હાલાનું વદન સોહામણું, જાણ્યું ઉગ્યો પૂનમચંદ;
મુક્તાનંદ કહે મોહનવરને, જોઈ થયો આનંદ… ૬