મકાઇ ના લોટ ના પુડલા બનાવવાની Recipes
By-Gujju12-12-2023
મકાઇ ના લોટ ના પુડલા બનાવવાની Recipes
By Gujju12-12-2023
આજે આપણે ઘરે મકાઇ ના લોટ ના પુડલા બનાવવાની રીત – Makai na lot na pudla banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવાર ના કે સાંજે ના નાસ્તા માં તમે મકાઈ ના લોટ ના પુડલા બનાવી શકો છો. સાથે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. મકાઈ ગ્લુટેન ફ્રી હોવાની સાથે સાથે આપણા સરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મકાઈ ના લોટ ના પુડલા બનાવતા શીખીએ.
મકાઇ ના લોટ ના પુડલા બનાવવા જરૂરી સામગ્રી
- મકાઈ નો લોટ 250 ગ્રામ
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- અજમો ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ઝીણું સુધારેલું લીલું મરચું 1
- ગરમ પાણી 2 ½ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
મકાઇ ના લોટ ના પુડલા બનાવવાની રીત
મકાઈ ના લોટ ના પુડલા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મકાઈ નો લોટ નાખો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો અને અજમા ને હાથ થી મસળી ને નાખો.
તેમાં ઝીણું સુધારેલું લીલું મરચું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને મિશ્રણ ને સરસ થી હલાવતા જાવ. એક પણ ગાઠા ના રહે તે રીતે ખૂબ સરસ થી મિક્સ કરી લ્યો.
હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો, દસ મિનિટ પછી તેમાં ફરી થી અડધા કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે એક ટિસુ પેપર થી તેને સરસ થી ફેલાવી ને તવી પર લગાવી દયો.
ત્યારબાદ કડછી ની મદદ થી પુડલા નું મિશ્રણ લઈ તવી ઉપર નાખો. હવે તેને સરસ થી રાઉન્ડ સેપ આપો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને વચ્ચે થી ફોલ્ડ કરી ને ફરી થી બને તરફ સેકી ને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પુડલા બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મકાઈ ના લોટ ના પુડલા. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ મકાઈ ના લોટ ના પુડલા ખાવાનો આનંદ માણો.
Makai na lot na pudla recipe notes
- પુડલા ના મિશ્રણ માં તમે લસણ ની પેસ્ટ નાખી શકો છો.