મારી બંસીમાં બોલ બે
By-Gujju20-05-2023
425 Views

મારી બંસીમાં બોલ બે
By Gujju20-05-2023
425 Views
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા
સોનેરી સોણલું બતાવી તું જા … મારી બંસીમાં
સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા … મારી બંસીમાં
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા … મારી બંસીમાં
– સુન્દરમ્