Mogal Na Chhoru Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Mogal Na Chhoru Lyrics in Gujarati
By Gujju20-05-2023
મોગલના છોરું નું નોમ ના લેવાય
મોગલના છોરું નું ખોટું ના થાય
હે મોગલના છોરું નું નોમ ના લેવાય
મારી મોગલના છોરું નું ખોટું ના થાય
ખમ્મા મારી મોગલ ને જાજી ખમ્મા
હે ખમ્મા મારી મચરાળી ને જાજી ખમ્મા
હે માં …
જય હો …
હે મારી મોગલમાં છે રે મચરાળી
સદા છોરુંની કરે રખેવાળી
મારી મોગલમાં છે રે મચરાળી
સદા છોરુંની કરે રખેવાળી
કરે રખેવાળી …કરે રખેવાળી …
જેના રે કુળમા માં મોગલ પુંજાય
એનું કદી કોઈ થી ખોટું ના થાઈ
ખમ્મા મારી મોગલ ને જાજી ખમ્મા
હે ખમ્મા મારી મચરાળી ને જાજી ખમ્મા
માંડી ધરણી ધૃજાવતી ડુંગરા ડોલાવતી
છોરું પોકારે તો દોડી રે આવતી
માંડી ધરણી ધૃજાવતી ડુંગરા ડોલાવતી
છોરું પોકારે તો દોડી રે આવતી
મોગલ નું નામ લોતો ભવ તરી જાય
હે મારી મોગલના નામે ભવના મેણા ભાંગી જાય
ખમ્મા મારી મોગલ ને જાજી ખમ્મા
હે ખમ્મા ભગુડા વાળીને જાજી ખમ્મા
માંડી ભાળીયા રે વાળી
સદા રે જાગતી
મોગલ છોરૂના દુઃખડારે કાપતી
માં ભાળીયા રે વાળી
સદા રે જાગતી
મોગલ છોરૂના દુઃખડારે કાપતી
મચરાળીના નામે વાળ વાંકો ના થાય
માંના પ્રતાપે સૌ સારા વાના થાઈ
ખમ્મા મારી મોગલ ને જાજી ખમ્મા
હે ખમ્મા જિંડવા વાળી ને જાજી ખમ્મા
હે ખમ્મા ભગુડા વાળીને જાજી ખમ્મા
હે ખમ્મા મારી મચરાળી ને જાજી ખમ્મા