Mogal Naam Leje Re Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Mogal Naam Leje Re Lyrics in Gujarati
By Gujju17-06-2023
જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી
એ જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી
તેદી મોગલ નામ લેજે રે રેશે ભેળીયા વાળી ભેળી
હે કોઈ સાથ નઈ તારી ને ઘાત હોઈ ઘેરી
કોઈ હરે નઈ તારી ને ઘાત હોઈ ઘેરી
તેદી વડનગર વાળી માતા રેશે ભેળી
તેદી વડનગર વાળી મારી માત રેશે ભેળી માં
હે જેદી માનડા રે મુંજાયે મુંજાયે
જેદી મનડું રે મુંજાયે તેદી યાદ માં તું આવે
છોરૂનો સાદ પડતા વેલેરી માં તું આવે
જો શીશ ધરી ચરણો એ બાળ રે બોલાવે
મચ્છરાળી મોગલ આવી નવખડ ધારા ધ્રુજાવે
જેદી રાત હોઈ કાળી તું જ્યોત રે પ્રગટાવી
બસ મોગલ નામ લેજે રે રેશે ભેળી માં
તેદી વડનગર વાળી મારી માત રેશે ભેળી માં
હે એક નામ મોગલ તારૂ મોગલ તારૂ
એક નામ મોગલ તારૂ માં ધન છે અમારૂ
એક તારા સિવા માડી અહીં કોણ છે અમારૂ
તું છે રે મારી માંડી ને બાળ હું છુ તારૂ
કોઈ પુછે તો હું ક્વ રે તું માવતર છે મારૂ માં
જેદી આશ ના હોઈ કોઈને વખત હોઈ ભારી
તેદી મોગલ નામ લેજે રે રેશે ભેળીયા વાળી ભેળી
તેદી વડનગર વાળી મારી માત રેશે ભેળી માં
જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી
જેદી મનડું જાય હારી આ દુનિયા થાય વેરી
તેદી મોગલ નામ લેજે રે રેશે ભેળીયા વાળી ભેળી
તેદી વડનગર વાળી મારી માત રેશે ભેળી
હે તેદી વડનગર વાળી મારી માત રેશે ભેળી મોગલ