Tuesday, 11 February, 2025

Moravari Maa Lyrics in Gujarati

188 Views
Share :
Moravari Maa Lyrics in Gujarati

Moravari Maa Lyrics in Gujarati

188 Views

હે માં.. મારી મોરાવારી માં
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો

માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો

જુના તે જુગની
જુના તે જુગની તું જાગતી જોગણી
જુના તે જુગની તું જાગતી જોગણી કૃપા ઘેર ઘેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો

લલીયાણા ગામને પાવન સિમાડે, અખંડ સતની જ્યોતુ રે ઝળકે
માંને મંદિર સદા આનંદ છલકે, ભક્તોને ભાળી માવલડી મલકે
રૂડા રખોપા.. હા…. હા…
રૂડા રખોપા તું રાખતી માવડી
રૂડા રખોપા તું રાખતી માં તારા ખનક ઠેરઠેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો

નિવેદ તું લેતી ખમકારો દેતી. ભક્તો ને રુદીયે માડી તું વસતી
હો.. હો.. વાંઝીયાને માવડી પારણા બંધાવતી
ડુબતાને તારતી દાસ ને ઉગારતી
માંને મંદિરીયે… હે… માં…
માંને મંદિરીયે હે મન મોરલીયા
માંને મંદિરીયે હે મન મોરલીયા નાચે રંગ ભેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો

નાના મોટા સૌ માને તે સરખા. સૌના પુરે માં ઉર ના રે ઓરતા
જે કોઈ તારે શરણે રે આવે સુખીયા રે થયીને ઠાપી તે ઠરતા

કચ્છ વાગડ કાંઠે… હે… હે.. કચ્છ વાગડ કાંઠે.. મહોબ્બત ખપે માં

કચ્છ વાગડ કાંઠે મહોબ્બત ખપે માંયે ટાળ્યા વેર ઝેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો

મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *