Sunday, 13 July, 2025

Padamni Poni Bharta Bhadi Lyrics in Gujarati

114 Views
Share :
Padamni Poni Bharta Bhadi Lyrics in Gujarati

Padamni Poni Bharta Bhadi Lyrics in Gujarati

114 Views

હે પીતળ સરખી પીંડીયું
અને હળદર સરીખા હાથ
હે પણ ઘડનારે તને ઘડીહાશે હે રે
હે જે દી નવરો દીનો નાથ

હે ગોરલ પદમણી
હે ગોરલ પદમણી નદીયે પોણી ભરતા ભાળી
હે નજરથી નજર મળી રે હું તો દલડું ગયો હારી

હે માણીગર મણિયારો રે મારા મનડે વસી ગયો
અણિયારી આંખડીએ રે મને ઘાયલ કરી ગયો

હે ગોરલ પદમણી નદીયે પોણી ભરતા ભાળી
હે નજરથી નજર મળી રે હું તો દલડું ગયો હારી

હે માણીગર મણિયારો રે મારા મનડે વસી ગયો
અણિયારી આંખડીએ રે મને ઘાયલ કરી ગયો

હે તોમ્બા પિત્તળની માથે હેલ લાગે નમણી નાગરવેલ
હું કળાયેલ મોરલો ને તું ઢળકતી લાગે ઢેલ

હે પરદેશી ઓ પાતળીયા તારા પ્રેમમાં પાગલ કીધી
પ્રેમ પુજારણ બની તારા પ્રેમની પ્યાલી પીધી

હે ગોરલ પદમણી રે મારા હૈયા કેરો હાર
ગોરલ પદમણી રે મારા હૈયા કેરો હાર

હે માણીગર મણિયારો રે મારા દિલનો છે ધબકાર
હે ગોરલ પદમણી નદીયે પોણી ભરતા ભાળી

હે ઉપરવાળા એ બનાયી તારી મારી જોડી
રામ રખોપા કરશે ભલે દુનિયા બને વેરી

હો … જેને સપનામાં જોતોતો એ નસીબે મળી
બાધા ઓ રાખેલી મારી વર્ષો પછી ફળી

માણીગર મણિયારા રે તારી મેડીયું જોવા લાય જાજો
મારા મણિયારા રે તારી મેડીયું જોવા લાય જાજો

એ ગોરલ પદમણી રે થોડા દાડા ધીરજ રાખજો
માણીગર મણિયારો રે મારા મનડે વસી ગયો

એ ગોરલ પદમણી નદીયે પોણી ભરતા ભાળી
માણીગર મણિયારો રે મારા મનડે વસી ગયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *