પૌવા નમકીન બનાવવાની Recipes
By-Gujju12-12-2023
પૌવા નમકીન બનાવવાની Recipes
By Gujju12-12-2023
આજે આપણે ઘરે ટેસ્ટી પૌવા નમકીન બનાવવાની રીત – Pauva namkeen banavani rit શીખીશું, સવાર કે સાંજે હલકો ફૂલકો નાસ્તો કરવાનું મન થાય ત્યારે પૌંઆ નો ચેવડો ખાઈ શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકદમ કુર કુરો અને ઓછા ખર્ચ માં બની ને તૈયાર થઈ જાય છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Pauva namkeen recipe in gujarati શીખીએ.
પૌવા નમકીન બનાવવા જરૂરી સામગ્રી
- આખા ધાણા 2 ચમચી
- પૌંઆ 400 ગ્રામ
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- સંચળ પાવડર 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચાટ મસાલો 1 ચમચી
- સીંગ દાણા 1 કપ
- ફોલેલા દારિયા 1 કપ
- સુખા નારિયલ ની સ્લાઈસ ½ કપ
- કાજુ ½ કપ
- કીસમીસ ½ કપ
- 10-12 લીલાં મરચાં ના ટુકડા
- લીમડા ના પાન 20-25
- પીસેલી ખાંડ 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
પૌવા નમકીન બનાવવાની રીત
પૌવા નમકીન બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને ચારણી થી ચાળી ને સાફ કરી લ્યો, ત્યાર બાદ ચેવડા માં નાખવા માટેનો મસાલો તૈયાર કરી લેશું.
મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં આખા ધાણા, વરિયાળી, જીરું, લાલ મરચું પાવડર, હળદર, સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. દરેક વસ્તુ ને ચારણી માં નાખી ને તળવી જેથી કાઢવામાં સરળતા રહે અને તેલ સરસ થી નીકળી જાય.
દારીયા ને ચારણી માં નાખી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે નીરિયલ ની સ્લાઈસ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં કાઢી લ્યો.
કાજુ ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ કીસમીસ ને તળી લ્યો. કીસમીસ ફૂલી જાય ત્યાં સુધી તળવી. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
લીલાં મરચાં ના ટુકડા, અને લીમડા ના પાન ને પણ ચારણી ને ઉપર નીચે કરતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં કાઢી લ્યો.
થોડા થોડા કરીને પૌંઆ ને પણ તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે બધી સામગ્રી તળાઈ ને રેડી થઈ ગઈ છે. હવે એક મોટા તપેલા માં બધી સામગ્રી નાખી દયો. હવે તેમાં પીસી ને રાખેલો મસાલો અને પીસેલી ખાંડ નાખો. હવે તેમાં સફેદ તલ ને તળી ને તેમાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણો ટેસ્ટી પૌંઆ નો ચેવડો. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને ક્યારેય પણ હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે ટેસ્ટી પૌંઆ નો ચેવડો ખાવાનો આનંદ માણો.
Pauva namkeen recipe notes
- ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.