Friday, 13 September, 2024

રાખનાં રમકડાં

288 Views
Share :
રાખનાં રમકડાં

રાખનાં રમકડાં

288 Views

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું, આ તારું, કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાંને …

એઇ કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા,
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વીંઝણલા વીંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાંને …
 
અંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાંને …

– અવિનાશ વ્યાસ
ચિત્રપટ – મંગળફેરા (૧૯૪૯)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *