Sunday, 13 July, 2025

Ramdevpir Sagunana Vir Lyrics in Gujarati

140 Views
Share :
Ramdevpir Sagunana Vir Lyrics in Gujarati

Ramdevpir Sagunana Vir Lyrics in Gujarati

140 Views

હો રોમદેવ પીર રોમદેવ પીર
એ રોમદેવ પીર રોમદેવ પીર
રોમદેવ પીર રોમદેવ પીર
સગુણાના વીર તમે તોણજો આજ તીર

હો બેની આવે તારો વીર હિંદવો પીર
આવે તારો વીર હિંદવો પીર
સગુણાનો વીર જોજે તોણશે આજે તીર

હો બેની લૂંટાય વન વગડાની વાટે
મધધારે રૂવે રોણો ભોણેજ છે હાથે

એ હિંદવો પીર પોકરણ નો પીર
હિંદવો પીર પોકરણ નો પીર
હાકોટે હાજર થાશે બેની તારો વીર

રોમદેવ પીર રોમદેવ પીર
રોમદેવ પીર રોમદેવ પીર
સગુણાના વીર તમે તોણજો આજ તીર
સગુણાના વીર તમે તોણજો આજ તીર

ઊંચા નીચા ડોરા ને વચ્ચમાં છે વાટ
બેની તારી લૂંટાઈ વીરા આવજે રાખજે લાજ

પીર ને આયુ સપનું ને માથે કાળી રાત
લગન લીધા વીરના મેઢોળ બોધેલા છે હાથ
લૂંટારો એ બોધી દીધા રત્નાના હાથ
છેટું સાસરિયું છેટી મૈયરની વાટ

માતા વિનવે માતા વિનવે
માતા વિનવે માતા વિનવે
લગન લીધા તારે ના રે જવાય

રોમદેવ પીર રોમદેવ પીર
રોમદેવ પીર રોમદેવ પીર
સગુણાના વીર તમે તોણજો આજ તીર
સગુણાના વીર તમે તોણજો આજ તીર

લૂંટાય દર દાગીના ને વસ્ત્ર લૂંટાય
રોતા કકળતા બેન એવું બોલ્યા

હો હાક મારી ને આ હિંદવો હાલ્યા
લીલુડા ઘોડલે પ્રલાણ મોડયા

હો લુંટાણો વીરા મારો નવલખો હાર
સોનેરી પલાળ ને લૂંટાણી સાંઢ

વારે ચઢ્યા પીર વારે ચઢ્યા
વારે ચઢ્યા પીર વારે ચઢ્યા
અમરત વાયડ કે લુંટારા ને ઓઘળા કર્યા

રોમદેવ પીર રોમદેવ પીર
રોમદેવ પીર રોમદેવ પીર
સગુણાના વીર તમે તોણજો આજ તીર
બેની સગુણા કે હિંદવો પીર હાજર થયા
હે રાજન રાઠોડ કે પીરે આવા પરચા પૂર્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *