Saavariya Lyrics in Gujarati
By-Gujju26-05-2023
2150 Views

Saavariya Lyrics in Gujarati
By Gujju26-05-2023
2150 Views
શું રે પાખી શું રે ગગન, શું રે ગગન,
શું આ લહેરો, શું રે પવન, શું રે પવન,
શું રે સદીયો, શું રે એક ક્ષણ,
શું મારી આ આખી દુનિયા,
સાંવરિયા, તારા વિના,
સાંવરિયા રે તારા વિના,
રે બેસ્વાદી, રે બેસ્વાદી, તારા વિના, તારા વિના,
રે તકલાદી આ જિંદગી, તારા વિના, તારા વિના….
શું દોસ્તી, શું પ્રેમ છે,
આ લાગણીઓ કેમ છે?
સમજ્યા નહીં, વહેતા રહ્યા,
શું ભાવનાનું વહેણ છે?
શું તારું મન, શું મારું મન,
છલકાતા સાત દરિયા,
સાંવરિયા, તારા વિના, તારા રે વિના,
સાંવરિયા રે તારા વિના,
રે બેસ્વાદી, રે બેસ્વાદી, તારા વિના, તારા વિના,
રે તકલાદી આ જિંદગી, તારા વિના, તારા વિના….