Sunday, 16 March, 2025

Shambhu Charne Padi Lyrics – Hemant Chauhan

293 Views
Share :

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો…
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…
 
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા..

હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો…
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી..

ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો…
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…

નેતિ નેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે..

સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો…
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…

હું તો એકલપંથી  પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી..

થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો…
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…
 
આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું..

મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો…
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…
 
ભોળા શંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો..

ગાળો માનવ મદા, ટાળો ગર્વ સદા, ભક્તિ આપો…
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…

શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી દર્શન શિવ આપો…દયા કરી દર્શન શિવ આપો…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *