Shankar Bhoda Ramva Aavo Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Shankar Bhoda Ramva Aavo Lyrics in Gujarati
By Gujju20-05-2023
શંકર ભોળા રમવા આવો ગોજા ની મને લેરો લાગી
જોગી ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી
લેરો લાગી રે તારી મેર જાજી
લેર લાગી રોજ સમરું શિવજી
નંદી ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી
બાવલિયા ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી
ચૌદે ભુવન નમે તમને ભોળા રે ભંડાળી
નાગ નો રે હાર ગણે નદી ની સવારી
કૈલાશે બેઠા ગંગા જટા મા ઉતારી
પાપ વધે ત્યારે દુનિયા ત્રીજી આંખે ભારી
લેર લાગી તારી મેર જાજી
લેરો લાગી રોજ સમરું શિવજી
મહાકાલ રમવા આયો ગોજા ની મને લેરો લાગી
ત્રિશૂલ ધારી રમવા આયો ગોજા ની મને લેરો લાગી
વીષ પીધું પોતે કરી અમૃત ની લાણી
ભૂતો ના નાથ તારી અજબ કહાણી
દેવો ના રે દેવ તમે ત્રિકાળ જ્ઞાની
અંતર ની વાત જાણો જાણી અજાણી
લેર લાગી રે થઇ દુનિયા રાજી
મહાદેવજી ના નામ થી દુનિયા રાજી
ડમરૂં વારા રમવા આયો ગોજા ની મને લેરો લાગી
ભભૂત ધારી રમવા આયો ગોજા ની મને લેરો લાગી
જોગી ના વેશે આયો ગોજા ની મને લેરો લાગી
ભૂતઃનાથ રમવા આયો ગોજા ની મને લેરો લાગી
ગોજા પીધો રે બાવા ગોજો પીધો
ગોજા પીધો રે બાવા ગોજો પીધો
ગઢ ગિરનાર મા ગોજો પીધો
ચીપિયા રોપ્યા રે બાવા ચીપિયા રોપ્યા
ચીપિયા રોપ્યા રે બાવા ચીપિયા
વાદી આયા રે પેલા આવી આયા
વાદી આયા રે પેલા આવી આયા
કોમરુ તે દેશ ના વાદી આયા
વિદ્યા લાયા રે જોને વિદ્યા લાયા
વિદ્યા લાયા રે જોગી વિદ્યા લાયા
કોમરુ તે દેશ ની વિદ્યા લાયા
ગઢ ગિરનાર મા ગોજો પીધો
ભવનાથ તરેટી મા ગોજો પીધો