Tame Bahu Sara Hata Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tame Bahu Sara Hata Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
હો મને બહુ જ હતા પ્યારા
પણ નોતો નસીબમાં મારા
હો ચાહતા હતા એક-બીજાને રે આપણે
કહી ના શક્યા વાત દિલની રે આપણે
કહી ના શક્યા વાત દિલની રે આપણે
હો આંખે સપના હતા તારા
પણ નોતો નસીબમાં મારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
હો તારો મારો એકજ રસ્તો
તું થોડું હસ્તી અને હું થોડું હસતો
હો વધી જતો દિલનો ધબકારો
તું જોયા કરતી અને હું જોયા કરતો
હો બોલવું હતું પણ ના રે બોલાણું
ગમો છો તમે એવું ના રે કહેવાણુ
ગમો છો તમે એવું ના રે કહેવાણુ
હો તમે દિલમાં હતા મારા
પણ નોતો નસીબમાં મારા
તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
હો ચાલ ભૂલી જયે મુલાકાતો
એ યાદ ભરેલ રાતો
ને છોડી કાયલ વાતો
હો એક-બીજાનો થયા ના સહારો
થોડો વાંક તારો ને ઘણો વાંક મારો
હો કદીયેના ના પ્યાર તારો દિલથી ભુલાશે
યાદ તને કરી મારા શ્વાસે રે શ્વાસે
યાદ તને કરી મારા શ્વાસે રે શ્વાસે
હો અમે થયા તા તમારા
પણ તમે થયા ના અમારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા