તમે પધારો વનમાળી રે
By-Gujju05-05-2023
242 Views
તમે પધારો વનમાળી રે
By Gujju05-05-2023
242 Views
હાં રે મેં તો કીધી છે ઠાકોર થાળી રે,
હવે તમે પધારો વનમાળી રે … હાં રે મેં તો.
પ્રભુ સાકર દ્રાક્ષ ખજૂરી, માંહે નથી બાસુંદી કે પૂરી,
મારે સાસુ નણદી છે શૂળી … પધારો વનમાળી રે.
પ્રભુ ભાતભાતના લાવું મેવા, તમે પધારો વાસુદેવા,
મારે ભુવનમાં રજની રહેવા … પધારો વનમાળી રે.
પ્રભુ કંગાલ તોરી દાસી, પ્રભુ પ્રેમના છો તમે પ્યાસી,
દાસીની પૂરજો આશી … પધારો વનમાળી રે.
હાંરે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમ કા ઘર હૈ બંકા,
બાઈ મીરાંએ દીધા ડંકા … પધારો વનમાળી રે.
– મીરાંબાઈ