તમે થયા છો બિજાના Lyrics in Gujarati
By-Gujju23-11-2023

તમે થયા છો બિજાના Lyrics in Gujarati
By Gujju23-11-2023
શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે…(2)
તૂટેલા દિલ ને હવે કેટલું તોડવું સે
હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
હો તમે મજબુર હતા તમારા રે ઘર થી
અમે મજબુર થયા તમારી ખુશીયો થી
હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું
જીવી લો જીવન હવે પારકા ના નોમ નું
વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના…(2)
વીતી ગયા જાનું આજે દાડા મારા સુખ ના
શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
હો સીધું ભુલાવી દઉં એ શેમ ની તલાવડી
પેલી વાર તારી મારી મળી તી આંખડી
હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી
ભર બપરે તું જીદ કરી બેઠી
દોડતા દોડતા અમે ગયા હતા શેર માં…(2)
નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં
શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના