Tari Chahat Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Tari Chahat Lyrics in Gujarati
By Gujju01-06-2023
મારી આંખો રોઈ રાતી થઈ….(2)
તારી યાદો ભુલાણી નઈ
તારી ચાહત માં જિંદગી ગઈ
તારી વાતો ભુલાણી નઈ
પ્રેમ ની પરખ તો પોતાના ને હોય
પારકા ને કોઈ લાગણી ના હોય…(2)
હો તારી યાદ માં જિંદગી ગઈ
મારી ચાહત ભૂલાણી નઈ
મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદ યાદો ભુલાણી નઈ..(2)
હો અચાનક થયું શું ફરી ના મળ્યો
હો હો અચાનક થયું શું ફરી ના મળ્યો
વળી ને મારા હોમું કેમ ના જોયું
હો સપના દેખાડ્યા તમે ઘણા મોટા
અમે તારા પ્રેમ માં પડ્યા હાવ ખોટા
હો જીવ થી વધારે રાખતી તને
હવે એ વાત નું દુઃખ છે મને…(2)
મારી રાતો તારી યાદમાં ગઈ
તારી ચાહત ભુલાણી નઈ
મારી આંખો રોઈ રાતી થઈ
તારી યાદો ભુલાણી નઈ
હો તમે જો આવશો ફરી નઈ ભાળશો…(2)
યાદ મને કરીને જીવ બાળશો
હો મારો આ ચહેરો ક્યારેય નહિ ભાળશો
હું તડપી એમ તમે પણ તડપશો
હો દિલ ના સપના તૂટી રે ગયા
અમે તારા પ્રેમ માં ડૂબી રે ગયા…(2)
મારા પ્રેમ ની કદર ના થઇ
મારા ખુશીયો અધૂરી રઈ
મારી આંખો રોઈ રાતી થઈ
તારી ચાહત ભુલાણી નઈ…(2)
હો તારી યાદો ભુલાણી નઈ