Vat Pade Se Gujarat Ma Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Vat Pade Se Gujarat Ma Lyrics in Gujarati
By Gujju26-05-2023
હા રાજી રાજી રાજમાં …
ગોગા તારા રાજમાં …
જય જય ગોગા …
એ ગોગા રાજી અમે તારા રાજમાં રે
હા રોણાં રાજી અમે તારા રાજમાં રે
એ …હે …સૌવ સહેમત ગોગા તારી વાતમાં રે
સૌવ સહેમત બાપા તારી વાતમાં રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા ગોગા રાજી અમે તારા રાજમાં રે
હે ગરીબોનો ભગવાન ગોગા તું તાત છે
તારા આધારે ગોગા અઢારે નાથ છે
હો …ગરીબોનો ભગવાન ગોગા તું તાત છે
તારા આધારે ગોગા અઢારે નાથ છે
એ …હે …ભીડ પડે રેજો તમે સાથમાં રે
ભીડ પડે બાપા રેજો તમે સાથમાં રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા અમે રાજી ગોગા તારા રાજમાં રે
હા સાંચાનો સાથી ભક્તોનો રખેવાળ છે
પોતાના લોકોની હૈયે હંભાળ છે
ઓ હો સાંચાનો સાથી ભક્તોનો રખેવાળ છે
પોતાના લોકોની હૈયે હંભાળ છે
એ …હે …આખો મલક ડોલે તારી હકમાં રે
આખો મલક ડોલે તારી હકમાં રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા રોણાં રાજી અમે તારા રાજમાં રે
હા ગાયો માટે તો જીવ અર્પણ છે
સૌવ જાણે છે આ દુનિયા દર્પણ છે
ઓ હો ગાયો માટે તો જીવ અર્પણ છે
સૌવ જાણે છે આ દુનિયા દર્પણ છે
એ …હે …ભેળા રેજો રાકડીયા રણમાં રે
મનુ રબારીના લાખો વંદન છે રે
ગોગા વટ પડે છે ગુજરાતમાં રે
હા રોણાં રાજી અમે તારા રાજમાં રે
હા બાપા રાજી અમે તારા રાજમાં રે