Thursday, 26 December, 2024

વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની Recipe

201 Views
Share :
વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની Recipe

વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની Recipe

201 Views

આપણે ઘરે વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની રીત – Vegetable rice ball recipe in gujarati શીખીશું, ક્યારે પણ જમતા ભાત વધી ગયા હોય ત્યારે તેના ખૂબ જ સ્વાદિષ્ટ પકોડા બનાવી શકાય છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી ખૂબ જ સોફ્ટ હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. આ પકોડા ને ડીપ ફ્રાય કે એર ફ્રાય કરીને બનાવી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે Vegetable rice ball banavani Recipe શીખીએ.

વેજિટેબલ રાઈસ બોલ બનાવવા જરૂરી સામગ્રી

  • ભાત 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચીલી ફ્લેક્સ ¼ ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણું સુધારેલું કેપ્સીકમ 3 ચમચી
  • લસણ ની પેસ્ટ ½ ચમચી
  • ઝીણા સુધારેલા ગાજર 3 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • સોસ 2 ચમચી
  • સોયા સોસ ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ½ ચમચી

વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની રીત

વેજિટેબલ રાઈસ બોલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં ભાત લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ભાત ને મેસ કરતા મિક્સ કરવું.

હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ગાજર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં ટામેટા સોસ, સોયા સોસ અને કોર્ન ફ્લોર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે આ મિશ્રણ માંથી મિડીયમ સાઇઝ ના બોલ બનાવતા જાવ અને એક પ્લેટ માં રાખતા જાવ. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે વેજીટેબલ રાઈસ બોલ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

એર ફ્રાય કરવું હોય તો બોલ ઉપર થોડું તેલ લગાવી દયો. હવે તેની પ્લેટ ઉપર રાખી ને 200c પર પંદર થી વીસ મિનિટ સુધી રહવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ રાઈસ બોલ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ વેજીટેબલ રાઈસ બોલ ખાવા નો આનંદ માણો.

Rice ball recipe notes

  • તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *