Vhalam Aavo Ne Song Lyrics – Love Ni Bhavai
By-Gujju26-05-2023

Vhalam Aavo Ne Song Lyrics – Love Ni Bhavai
By Gujju26-05-2023
હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું,
તું લઇને આવે લાગણીનો મેળો રે,
સાથ તું લાંબી મજલનો,
સાર તું મારી ગઝલનો,
તું અધૂરી વાર્તાનો છેડો રે.
મીઠડી આ સજા છે,
દર્દોની મજા છે,
તારો વિરહ પણ લાગે વ્હાલો રે.
વ્હાલમ આવોને, આવોને,
વ્હાલમ આવોને, આવો ને,
માંડી છે લવની ભવાઈ,
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ.
કે વ્હાલમ આવોને, આવોને,
મન ભીંજાવોને આવોને,
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ,
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..
રોજ રાતે કે સવારે ચાલતાં ફરતાં,
હું અને તારા વિચારો મારતાં ગપ્પાં,
તારી બોલકી આંખો,
જાણે ખોલતી પાંખો,
હર વાતમાં હું જાત ભૂલું રે…
કે વ્હાલમ આવોને આવોને,
વ્હાલમ આવોને આવોને,
માંડી છે લવની ભવાઈ,
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ.
કે વ્હાલમ આવોને આવોને,
મન ભીંજાવોને આવોને,
કેવી આ દિલની સગાઇ,
કે માંડી છે લવની ભવાઈ,
ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..
તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..
યાદોના બાવળને આવ્યાં ફૂલ રે હવે,
તું આવે તો દુનિયા આખી ધૂળ રે હવે,
સપનાં, આશા, મંછા છોડ્યા મૂળ રે હવે,
તું આવે તો દુનિયા આખી એ જી ધૂળ રે હવે,
ધૂળ રે હવે ધૂળ રે હવે…
તા થૈયા થૈયા તા થૈયા થૈ,
તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ..