Monday, 9 December, 2024

વીરા તારી બેનડી Lyrics In Gujarati

243 Views
Share :
વીરા તારી બેનડી Lyrics In Gujarati

વીરા તારી બેનડી Lyrics In Gujarati

243 Views

વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી
મારા વીરા તારી બેનડી લઇને બેઠી રાખડી
વહેલો આવજ વીરા વાટ જોવે મારી આંખડી
વહેલો આવજ વિરલા વાટ જોવે મારી આંખડી
નાના હતા ત્યારે રમતા આંબલી પીપળી રમતા
નદીએ નાવા જાતાતા અડકો દડકો રમતાતા
ભૈલા તારી બેનડી લઈને બેઠી રાખડી
મારા વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી
વહેલો આવજે વીરા વાટ જોવે મારી આંખડી
વહેલો આવજે વીરા વાટ જોવે મારી આંખડી

બંધન આ રક્ષા કેરૂં જોજે ભુલાય ના
રાખડી ન લાજ વિરલા જોજે વિસરાયના
બંધન આ રક્ષા કેરૂં જોજે ભુલાય ના
રાખડી ન લાજ વિરલા જોજે વિસરાયના
ભાઈ મારો અણમોલ છે એનો ના કોઈ તોલ છે
આવશે આજના દિવસે એનો એકજ બોલસે
વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી
મારા વીરા તારી બેનડી લઇને બેઠી રાખડી
વહેલો આવજે વીરા વાટ જોવે મારી આંખડી
વહેલો આવજે વીરા વાટ જોવે મારી આંખડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *