Monday, 24 March, 2025

જાણો અમદાવાદની નજીક આવેલું જગવિખ્યાત ગણેશ મંદિર, ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન

355 Views
Share :
અમદાવાદ નજીક આવેલું સિદ્ધિવિનાયક મંદિર

જાણો અમદાવાદની નજીક આવેલું જગવિખ્યાત ગણેશ મંદિર, ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન

355 Views

મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનનાં દર્શન માટે આવે છે. મહેમદાવાદના આ મંદિરનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પણ અહીં આવતા ભક્તોને યોગ્ય રીતે દર્શનનો લાભ મળે અને  કોઈ તકલીફ ન પડે તે માટે સતત કામ ચાલતુ રહે છે. સિદ્ધિવિનાયક મંદિરે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળ્યું છે.

કેવી રીતે પહોંચવુ?

અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે. અમદાવાદથી લગભગ 30 કિમી દૂર આવેલુ છે 

મહેમદાવાદમાં આવેલે સિદ્ધિવિનાયક મંદિરનો વિસ્તાર 6 લાખ વર્ગફૂટમાં ફેલાયેલો છે. જયારે તેની લંબાઇ 121 ફૂટ  અને ઉંચાઇ 71 ફૂટ છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો કોઇ પણ જગ્યાએ  ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું કે, આ મંદિર તેમના માતા ડાહીબાની શ્રદ્ધા અને ઈચ્છાથી બનાવ્યું છે.આ મંદિરનો શિલાન્યાસ માર્ચ 2011માં કરવામાં આવ્યો હતો. આ મંદિરની ઉંચાઈ 71 ફૂટ અને લંબાઈ 80 ફૂટ છે. મહેમદાવાદના ઈશાન ખૂણામાં વાત્રક નદીના કાંઠે અંદાજીત 2 કરોડ જેટલી માતબર રકમથી આ મંદિરનું નિર્માણ થયું છે.  મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની જ્યોત અહીં લાવવામાં આવી છે અને પ્રતિમા પણ ત્યાંના જ શિલ્પકારોએ તૈયાર કરી છે. 

તેઓ વધુમાં કહે છે કે, આ વિશાળ મંદિરના ભોંયતળિયે 10,000 સ્કવેરફૂટનો સભામંડપ છે. પ્રથમ માળે વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *