Hala Vala Nandna Lala Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Hala Vala Nandna Lala Lyrics in Gujarati
By Gujju20-05-2023
હે હાલા વાલા નંદના લાલા ગોકુળ માં ગવાય ગોના
હો હો હાલા વાલા નંદના લાલા ગોકુળ માં ગવાય ગોના
એ હે હાત હોના ના મહેલ જેવા લાગે આજે ઝુંપડા
તમે આયા ને સુધર્યા આખા ગોકુળ ના આયખા
એ હાલા વાલા નંદના લાલા
હો હો હાલા વાલા નંદના લાલા
એ હાલા વાલા નંદના લાલા બાબુ ભરવાડ ગાય ગોના
હો હો હાલા વાલા નંદના લાલા ગોકુળ માં ગવાય ગોના
હો વાંકડિયા વાળ જેનું માખણ જેવું મુખડું
હીર ની દોરી હીંચે આજ રતન ગોકુળ નું
હો હો વાંકડિયા વાળ જેનું માખણ જેવું મુખડું
હીર ની દોરી હીંચે આજ રતન ગોકુળ નું
એ હે કાળી રે મેસોનુ કપાળે ટપકું
જોજો ના લાગે મારા કાના ને નજરું
એ હાલા વાલા નંદના લાલા બાબુ ભરવાડ ગાય ગોના
હા હા હાલા વાલા નંદના લાલા ગોકુળ માં ગવાય ગોના
હા હાથે કે કડી પહેરી કેડે કંદોરો
હૈયે નથી પાર ઉજમ જસોદા માતનો
હો હો હાથે કે કડી પહેરી કેડે કંદોરો
હૈયે નથી પાર ઉજમ જસોદા માતનો
એ હે બાર સાથે બાંધ્યા છે લીલા તોરણીયા
નવેખંડે આઠમ ના આનંદ વરતાયા
હે હાલા વાલા નંદના લાલા ગોકુળ માં ગવાય ગોના
હા હાલા વાલા નંદના લાલા ગોકુળ માં ગવાય ગોના
એ હે હાલા વાલા નંદના લાલા
હો હો હાલા વાલા નંદના લાલા