Kali Vadladi Tune Vinve Lyrics Gujarati (કાળી વાદલડી તુંને વિનવે)
By-Gujju24-04-2023

Kali Vadladi Tune Vinve Lyrics Gujarati (કાળી વાદલડી તુંને વિનવે)
By Gujju24-04-2023
ગીત | કાળીવાદલડી તને વિનવે |
---|---|
લિરિક્સ | કવિ દુલા ભાયા કાગ |
કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
બાર બાર મહિને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
કરી લે રે બે ઘડી ટહૂકાર રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
બોલવું તોય નથી બોલતો રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
ભલો થઈ તું અબોલા તું ભાંગ્ય રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
ઓલી વાદલડી કેરી વિનંતી રે
રંગભર નાચે છે રંગમોરલો
મનડું કળાયેલ મોર રે
રંગભર નાચે છે રંગમોરલો
નાચે વનરા, નાચે ડુંગરા રે
રંગભર નાચે છે રંગમોરલો
નાચે છે નદીયું કેરા નીર રે
રંગભર નાચે છે રંગમોરલો
આભે ઢોલિડાં ધડૂકીયા રે
રંગભર નાચે છે રંગમોરલો
ત્રિભુવન ઝીલે છે એનો તાલ રે
રંગભર નાચે છે રંગમોરલો
ઢેલડિયું તો ઢુંગે વળે રે
રંગભર નાચે છે રંગમોરલો
ભૂલી ગ્યો દુનિયા કેરું ભાન રે
રંગભર નાચે છે રંગમોરલો
‘કાગ’ જીવો ઝાઝું મોરલો રે
રંગભર નાચે છે રંગમોરલો
કળાયેલ સૃષ્ટિનો શણગાર રે
રંગભર નાચે છે રંગમોરલો