Sunday, 16 March, 2025

કીર્તન મુક્તાવલી – Swaminarayan Dhun Lyrics in Gujarati

223 Views
Share :
કીર્તન મુક્તાવલી - Swaminarayan Dhun Lyrics in Gujarati

કીર્તન મુક્તાવલી – Swaminarayan Dhun Lyrics in Gujarati

223 Views

1. રામકૃષ્ણ ગોવિંદ – Shree Swaminarayan Dhun Lyrics in Gujarati

રામકૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ!
હરે રામ ગોવિંદ, જય જય ગોવિંદ! ॥૧॥

નારાયણ હરે, સ્વામિનારાયણ હરે!
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે! ॥૨॥

કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે!
જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે! ॥૩॥

વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે!
જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે! ॥૪॥

વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ!
જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ! ॥૫॥

રાધે ગોવિંદ, જય રાધે ગોવિંદ!
વૃંદાવનચંદ્ર, જય રાધે ગોવિંદ! ॥૬॥

માધવ મુકુંદ, જય માધવ મુકુંદ!
આનંદકંદ, જય માધવ મુકુંદ! ॥૭॥

સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ !
સ્વામિનારાયણ! સ્વામિનારાયણ! સ્વામિનારાયણ !

2. પ્રેમે પ્રેમથી બોલો ધૂન – Preme Preme Thi Bolo Dhun Lyrics in Gujarati

પ્રેમે પ્રેમથી બોલો, સ્વામિનારાયણ ભગવાન;

સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન… પ્રેમે꠶ ૧

જીવને મોક્ષનો આધાર, સ્વામિનારાયણ ભગવાન… પ્રેમે꠶ ૨

અક્ષરધામમાં રહેનાર, સ્વામિનારાયણ ભગવાન… પ્રેમે꠶ ૩

પ્રમુખસ્વામીમાં વસનાર, સ્વામિનારાયણ ભગવાન… પ્રેમે꠶ ૪

મહંતસ્વામીમાં વસનાર, સ્વામિનારાયણ ભગવાન… પ્રેમે꠶ ૫

3. લગની લાગી મને સ્વામિનારાયણ નામની ધૂન – Lagni Lagi Mane Swaminarayan Dhun Lyrics in Gujarati

લગની લાગી મને સ્વામિનારાયણ નામની,
સ્વામિનારાયણ નામની ને શ્રી ઘનશ્યામની…

સ્વામિનારાયણ નામની ને ગુણાતીત ધામની…
સ્વામિનારાયણ નામની ને ભગતજી મહારાજની…

સ્વામિનારાયણ નામની ને શાસ્ત્રીજી મહારાજની…
સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની…

સ્વામિનારાયણ નામની ને પ્રમુખસ્વામી મહારાજની…
સ્વામિનારાયણ નામની ને મહંતસ્વામી મહારાજની…

4. સ્વામિનારાયણ નામ મારા વહાલા ધૂન – Swaminarayan Nam Mara Vahala Dhun Lyrics in Gujarati

સ્વામિનારાયણ નામ મારા વહાલા,
સ્વામિનારાયણ નારાયણ… ૧

નીલકંઠ નામ ધરનાર મારા વહાલા,
સ્વામિનારાયણ નારાયણ… ૨

ધર્મભક્તિના લાલ મારા વહાલા,
સ્વામિનારાયણ નારાયણ… ૩

સહજાનંદ સમરથ મારા વહાલા,
સ્વામિનારાયણ નારાયણ… ૪

5. બોલો રે સ્વામિનારાયણ બોલો ધૂન – Bolo Re Swaminarayan Bolo Dhun Lyrics in Gujarati

બોલો રે સ્વામિનારાયણ બોલો,
એક વાર મુખથી સ્વામિનારાયણ બોલો,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ… બોલો꠶ ૧

ઊંઘતાં ને જાગતાં સ્વામિનારાયણ,
ઊઠતાં ને બેસતાં સ્વામિનારાયણ,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ… બોલો꠶ ૨

ના’તાં ને ધોતાં સ્વામિનારાયણ,
ખાતાં ને પીતાં સ્વામિનારાયણ,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ… બોલો꠶ ૩

હાલતાં ને ચાલતાં સ્વામિનારાયણ,
હરતાં ને ફરતાં સ્વામિનારાયણ,

સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ,

સ્વામિનારાયણ સ્વામિનારાયણ… બોલો꠶ ૪

6. સ્વામી અને નારાયણ ધૂન – Swami Ane Narayan Dhun Lyrics in Gujarati

સ્વામી અને નારાયણ (૨),
સ્વામી તે ગુણાતીત સ્વામી (૨),

નારાયણ સહજાનંદ સ્વામી (૨),
સ્વામી અને નારાયણ (૨)… ૧

અક્ષર અને પુરુષોત્તમ (૨),
અક્ષર તે ગુણાતીત સ્વામી (૨),

પુરુષોત્તમ સહજાનંદ સ્વામી (૨),
અક્ષર અને પુરુષોત્તમ (૨)… ૨

આત્મા ને પરમાત્મા (૨),
આત્મા ગુણાતીત સ્વામી (૨),

પરમાત્મા સહજાનંદ સ્વામી (૨),
આત્મા ને પરમાત્મા (૨)… ૩

બ્રહ્મ અને પરબ્રહ્મ (૨),
બ્રહ્મ તે ગુણાતીત સ્વામી (૨),

પરબ્રહ્મ સહજાનંદ સ્વામી (૨),
બ્રહ્મ અને પરબ્રહ્મ (૨)… ૪

7. જય અક્ષરપતિ પુરુષોત્તમ ધૂન – Jay Aksharpati Purushotam Dhun Lyrics in Gujarati

જય અક્ષરપતિ પુરુષોત્તમ, જય જય સ્વામી સહજાનંદ;

નારાયણ નટવર ઘનશ્યામ, સ્વામિનારાયણ ભગવાન… ૧

ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર;

એમ સમજીને લેશે નામ, તે તો જાશે અક્ષરધામ… ૨

સ્વામી સહજાનંદ મહારાજ, પ્રમુખસ્વામીમાં વિચર્યા અપાર;

પ્રમુખસ્વામીમાં વિચર્યા અપાર, મહંતસ્વામીમાં વિચરે આજ;

મહંતસ્વામીમાં વિચરે આજ, અનેક જીવોનાં કલ્યાણ કાજ… ૩

8. હરિ હરિ બોલ ગોવિંદ બોલ ધૂન- Hari Hari Bol Govind Dhun Lyrics in Gujarati

હરિ હરિ બોલ ગોવિંદ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;
હરિકૃષ્ણ બોલ નીલકંઠ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;

ઘનશ્યામ બોલ સહજાનંદ બોલ, મુકુન્દ માધવ ગોવિંદ બોલ;
સ્વામિનારાયણ નારાયણ બોલ.

લક્ષ્મીનારાયણ બોલ નરનારાયણ બોલ,
રાધેશ્યામ બોલ સીતારામ બોલ,

શ્રીમન્નારાયણ બોલ સત્યનારાયણ બોલ,
સ્વામિનારાયણ નારાયણ બોલ.

9. સ્વામિનારાયણ બોલજો ધૂન – Swaminarayan Boljo Dhun Lyrics in Gujarati

સ્વામિનારાયણ બોલજો અંતર પડદા ખોલજો;
સ્વામિનારાયણ બોલજો (૨)

શાસ્ત્રો પણ નિરૂપણ કરતા, જ્ઞાનીજનોને અંતર ધરતા;
બ્રહ્મ અને પરબ્રહ્મ સમરતા… સ્વામિ꠶ ૧

બ્રહ્મ અનાદિ અક્ષર કહીએ, પરબ્રહ્મ તે પુરુષોત્તમ લઈએ;
ધ્યાન નિરંતર તેનું ધરીએ… સ્વામિ꠶ ૨

અક્ષર તે શ્રીહરિનું ધામ, પુરુષોત્તમ પરમ વિરામ;
સર્વાતીત ને પરમ ઉદામ… સ્વામિ꠶ ૩

પરબ્રહ્મ પુરુષોત્તમ ધામ, અક્ષરધામ તણા એ સ્વામી;
સર્વેશ્વર ને અંતરયામી… સ્વામિ꠶ ૪

ધામ અને ધામી તે આવ્યા, સ્વામિનારાયણ જગતમાં કા’વ્યા;
નરતન ધારી જનમન ભાવ્યા… સ્વામિ꠶ ૫

સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી;
અક્ષરધામ તણા એ ધામી… સ્વામિ꠶ ૬

સર્વોપરી ઉપાસના કાજ, કૃપા અવતાર ધરી મહારાજ;
યજ્ઞપુરુષમાં વિચરે આજ… સ્વામિ꠶ ૭

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *