સાચા રે સંતોની માથે – Sacha Re Santo Ni Mathe Lyrics in Gujarati
By-Gujju28-02-2025

સાચા રે સંતોની માથે – Sacha Re Santo Ni Mathe Lyrics in Gujarati
By Gujju28-02-2025
એવા સાચા રે સંતોની માથે, ભક્તિ કેરા મોડ….
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…
નિરખતા નૈના હરખે જેને નીરખતા,
નૈના હરખે ને મટી જાય મનની દોડ, નિર્મળ મનથી
નિર્મળ મનથી નિરખીને જોયું, જયારે નિર્મળ મનથી
નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોટ
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…
નિંદા પરાઇ નઠારી લાગે, જેને નિંદા પરાઇ
ઓ હો લાગે નઠારી સમરે શ્રી રણછોડ,
એવા હરીજન અલખને પ્યારા જોને આવા હરીજન અલખને પ્યારા,
જેની માથે ભક્તિના મોડ…
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…
દોષ પોતાના પોતે પ્રગટ કરે, દોષ પોતાના
ઓ હો પ્રગટ કરે ને કરે હાથોની જોડ,
દગોને પ્રપંચ દિલમાં ન રાખે ઈ દગોને પ્રપંચ
એ દિલમાં ન રાખે ભલે ગુના હોય લાખને કરોડ
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…
એ જી ધર્મ સારું કરવું હોઈ માથું જયારે ધર્મ સારું
કરવું હોઈ માથું જયારે આવે દોડા દોડ
આવા નૂરિજન અવનીમાં ઓછા, ભાઈ આવા નૂરિજન
અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…
એ જી જુગ જુગ જોડી અમર રાખો, સાહેબ કાંડું નવ છોડ,
ભેગી સમાધિ અને ભજન તમારું ભેગી સમાધિ
અને ભજન તમારું કિરતાર પુરજો કોડ
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…
દાસી ઝબૂકે રામાની દરગાહમાં, દાસી ઝબૂકે
રામાની દરગાહમાં ભાઈ કરે હાથોની જોડ,
ભવબંધનથી છોડાવો ગુરૂજી,
એ છોડાવો ગુરૂજી ભવબંધનથી,
એ છોડાવો ગુરૂજી એવી ત્રીપૂણઁ કાંડું ન છોડ
સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ….
સાચા રે એવા સાચા રે…