Wednesday, 15 April, 2026
  • ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે ?
    93
  • ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે?
    થારનું રણ
  • ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા ક્યા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે ?
    અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)
  • કઈ ધાર દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય જળ વિભાજક ગણાય છે?
    પશ્ચિમ ધાર
  • ખડકોને સામાન્ય વિભાજિત કરવામાં આવે છે ?
    અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, વિકૃત ખડકો
  • બ્રહ્મપુત્રા………… નદી છે.
    પૂર્વવતી
  • નદીના પટમાંથી મોટા પાયા ઉપર રેતીન ખનન કરવાથી શું અસર થાય છે ?
    ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધે અને પાણીના તળમાં ઘટાડો થાય છે
  • અલકનંદા અને મંદાકિની નદીઓનો સંગમ ક્યા પ્રયાગ પાસે થાય છે?
    રુદ્ર પ્રયાગ
  • ‘ગેજ’ અનુસાર ભારતીય રેલવે કેટલી શ્રેણીઓમાં વિભાજીત છે ?
    ચાર
  • ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
    1981
  • અલકનંદા અને ભાગીરથી ક્યા સ્થળ પાસે એકબીજાને મળે છે?
    દેવપ્રયાગ
  • હિમાલયની ગિરિમાળાઓમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ?
    શંકુદ્રુમ
  • ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જણાવો.
    ગુજરાત
  • ‘ઓફ ગ્રીડ પાવર’ એટલે શું ?
    દૂર રહેતા સમૂહો માટે વિકેન્દ્રિત પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓમાં ઉત્પાદિત થયેલ ઊર્જા
  • ક્યો ઘાટ અરુણાચલ પ્રદેશને તીબેટ સાથે જોડે છે ?
    બોમડીલા
  • ભારતનું ક્યા ખારા પાણીનું સરોવર છે ?
    પુલીકટ, ચિલ્કા, સાંભર
  • કાર્ડોમોમ ટેકરીઓ ક્યા આવેલી છે ?
    દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તમિલનાડુ
  • બાલફાક્રમ નેશનલ પાર્ક ક્યા આવેલો છે ?
    મેઘાલય
  • કાઈગા એટોમિક પાવર સ્ટેશન ક્યા આવેલું છે ?
    કર્ણાટક
  • વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ?
    હલકુ
  • ભારતમાં પશ્ચિમ ઘાટની પવનની દિશાને શું કહેશું ?
    સૌથી વધુ વરસાદના વિસ્તારો
  • મેટુર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?
    તમિલનાડુ
  • ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ ક્યો છે ?
    NW4 કાકીનાડાથી પોંડીચેરી
  • રુદ્રમાતા એરપોર્ટ ક્યા આવેલું છે ?
    ભૂજ
  • પૃથ્વી સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ?
    6.5° સે.
  • મરીન નેશનલ પાર્ક સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?
    ગુજરાત
  • ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે ?
    NH 7
  • લાલ પાંડા ભારતમાં ક્યા જોવા મળે છે ?
    પૂર્વ હિમાલય
  • ભાનરતમાં દેશમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે ?
    414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ
  • કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?
    કોંડાવીડુ ટેકરીઓ
  • ઉષ્ણ કટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે ?
    વ્યાપારી પવનો
  • ભારતમાં …… અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહ તરીકે ઓળખ આપવામાં આવી છે.
    75
  • ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યો છે ?
    રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44
  • સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?
    હરિયાણા
  • સામાન્ય રીતે ભારતમાંથી કઈ લોહઅયસ્ક મળી આવે છે ?
    મેગ્નેટાઈટ, હિમેટાઈટ, લિમોનાઈટ
  • ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યા અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?
    ડબોઈ અને મીયાંગામ વચ્ચે ઈ.સ.1862 માં
  • ક્યા ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકરણ દ્વારા રચાય છે ?
    અગ્નિકૃત ખડકો.
  • દ્વિપકલ્પીય નદીઓના ખીણવહેણ કેવા હોય છે ?
    ઊંડા હોતા નથી
  • ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ?
    દેહરાદૂન
  • કર્ણપ્રયાગ કઈ નદીઓના સંગમ ખાતે આવેલો છે?
    અલકનંદા અને હિંદાર
  • તોડા આદિજાતિનું નિવાસસ્થાન ક્યું છે ?
    નીલિંગરી પહાડીઓ
  • ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક રાજ્યમાં સ્થપાશે.
    બોલસાર, ઓડિશા
  • નીચેનામાંથી કયા ભારતીય ટાપુ પર સક્રિય જવાળામુખી મળે છે ?
    બૈરન ટાપુ
  • માઉન્ટ એવરેસ્ટપછી વિશ્વનું બીજા નંબરનું ઊંચુ પર્વત શિખર ક્યું છે ?
    માઉન્ટ ગોડવિન ઓસ્ટિન (K2)
  • રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?
    ગોદાવરી
  • કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ?
    નાગપુર
  • નાગાર્જુન સાગર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?
    તેલંગાણા
  • લડાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે ?
    બૌદ્ધ મઠ
  • તલાકોના ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ?
    આંધ્ર પ્રદેશ
  • ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ?
    અજંતા
  • ઉત્તરમાં ગંગા મુખત્રિકોણથી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલ છે તેને ક્યા મેદાનો કહેવાય ?
    પૂર્વ તટવર્તીય મેદાનો
  • સંકટગ્રસ્ત જાતિઓની IUCN રેડ ડેટા બુક…ની જાતિઓની સંરક્ષણની સૂચિ છે.
    સંકટગ્રસ્તપ્રાણીઓ, વનસ્પતિઓ અને ફૂગ
  • પ્લાયા ભારતના ક્યા એક ભાગની ભૌગોલિક વિશેષતા છે ?
    ભારતના પશ્ચિમી રાજ્યની
  • બૃહદેશ્વર મંદિર મિલનાડુમાં છે તો સાંચીનો સ્તુપ ક્યા આવેલો છે ?
    મધ્ય પ્રદેશ
  • નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
    કૃષ્ણા
  • ભારતમાં ઉત્તર – પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલો આવેલા છે ?
    ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો
  • ચાર મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજનાની કુલ લંબાઈ … કિ.મી. છે.
    5846
  • તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મૂકાયેલ ‘ભૂપેન હજારિકા બ્રિજ’ બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રીબ્યુટરી નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
    લોહિત નદી
  • દેવદારના વૃક્ષો સામાન્ય રીતે……પ્રકારના જંગલોમાં જોવા મળે છે
    હિમાલયના શંકુદ્રુમ જંગલ
  • રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે ?
    બ્રહ્મપુત્રા
  • સુવર્ણ ચતુર્ભૂજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ દિલ્હી કોલકાતા અને ……શહેરને જોડે છે.
    ચેન્નાઈ
  • ભારતમાં ઈ.સ.1854માં સુતરાઉ કાપડની મિલ ક્યા શરૂ થઈ હતી ?
    મુંબઈ
  • વુલર સરોવર ક્યા રાજયમાં આવેલું છે?
    જમ્મુ કાશ્મીર
  • ભારતમાં અનાનસનું સૌથી વધુ ઉત્પાદન ક્યું રાજ્ય કરે છે ? .
    પશ્ચિમ બંગાળ
  • ભારતમાં સાક્ષરતાની ટકાવારી બાબતે વસતી ગણતરી 2011 અનુસાર સાક્ષરતા….
    પુરુષોમાં સ્ત્રીઓ કરતા વધારે
  • પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે
    મધ્ય પ્રદેશ
  • તોડા તરીકે ઓળખાતી જનજાતિ ક્યા ક્ષેત્રમાં રહે છે ?
    નીલગીરી
  • ચંબલ નદી કઈ નદીને મળે છે ?
    યમુના
  • કઈ રાષ્ટ્રીય વનનીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન/વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી ?
    1988
  • ઓનમ સ્થળાંતર ખેતી ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?
    કેરળ
  • જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યા આવેલી છે ?
    દિલ્હી
  • ભારત દેશ સાથે સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે ?
    બાંગ્લાદેશ
  • ભારતના મોટા રણમાં સિંચાઈનો મુખ્ય સ્રોત ક્યો છે?
    કેનાલ
  • ગોદાવરી, ક્રિષ્ણા નદીઓ ક્યા પ્રકારનો જળપરિવાહ ધરાવે છે ?
    વૃક્ષાકાર જળપરિવાહ
  • આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના …….. પહોંચ્યું છે.
    0.2456
  • ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ
    2933 કિ.મી છે
  • ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા ક્યા નામથી ઓળખાય છે ?
    રેડ ક્લિફ
  • ખનીજ, દ્રવ્ય, જમીન, ઢોળાવ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ?
    મૃદાવરણ
  • બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું નામ છે ?
    મેંગેનીઝ
  • સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?
    રાજસ્થાન
  • સિક્યુરિટી પેપર મિલ્સ ક્યા રાજ્યમાં આવેલી છે ?
    મધ્ય પ્રદેશ
  • કોટા એટમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ?
    રાજસ્થાન
  • ભારતમાં ભૂમિ ધોવાણની સમસ્યા કઈ ટેવ સાથે સંકળાયેલી છે?
    વન નાબૂદી
  • ‘કાન્હા નેશનલ પાર્ક’ ક્યા રાજ્યમાં આવેલ છે ?
    મધ્ય પ્રદેશ
  • ભારતના ક્યા રાજ્યનો ઉત્તરનો ભાગ પ્રમાણમાં ઉજ્જડ અને સૂકો છે ?
    ગુજરાત
  • સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ?
    મધ્ય પ્રદેશ
  • ગદ્દી આદિજાતિનો વસવાટ ક્યા રાજ્યમાં છે ?
    હિમાચલ પ્રદેશ
  • ભુરસિંઘ ધ બારાસિંગા ક્યા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે ?
    કાન્હા
  • બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
    111 કિ.મી.
  • તોડા, સુમાલી, ઈરુલા, યુરાલી ક્યા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે ?
    કેરળ
  • કારેવા નિક્ષેપણો’….… …માં જોવા મળે છે.
    કાશ્મીર ખીણ
  • ભારતમાં કુલ કેટલા કિમી રસ્તાઓનું નેટવર્ક છે ?
    54.8 લાખ કિલોમીટર
  • ભારતમાં વર્ષનો ટુંકામાં ટુંકો દિવસ કયો છે ?
    22 ડિસેમ્બર
  • માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે ?
    અરવલ્લીની
  • સૌથી વધુ નહેરોનું પ્રમાણ ક્યા રાજયમાં છે ?
    ઉત્તર પ્રદેશ
  • ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખ્ય કોણ હોય છે?
    પ્રધાનમંત્રી
  • દ્વિપકલ્પ ભારત છૂટી પડેલી ભૂમિ ભાગની કઈ પ્લેટનો એક ભાગ છે ?
    ઓસ્ટ્રેલિયા
  • ભારતમાં સૌથી મોટી ઘોડ ભરતી ક્યા આવે છે ?
    ગંગા (હુગલી)માં કોલકાતા
  • ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે ?
    સાતમાલા ટેકરીઓ
  • મહાનદી, કૃષ્ણા, કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય?
    દ્વીપકલ્પની પશ્ચિમ ધાર