મયુરાસન
By-Gujju12-05-2023
377 Views
મયુરાસન
By Gujju12-05-2023
377 Views
મયુરાસન :
મયુર એટલે મોર. આ આસનમાં શરીરની સ્થિતિ મોર જેવી બનતી હોવાથી તેને મયુરાસન કહેવામાં આવે છે. આ આસન થોડું મુશ્કેલ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે.
હઠયોગ પ્રદીપિકામાં મયૂરાસન વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
धरामवष्टभ्यः करद्वयेन तत्कूर्परस्थापितनाभिपार्श्वः ।
उच्चासनो दण्डवदुत्थितः खे मायूरमेतत्प्रवदन्ति पीठम् ॥
મૂળસ્થિતિ : પાથરણા પર બંને પગ ઢીંચણમાંથી વાળી એડી પર બેસો.
- સૌ પ્રથમ પાથરણા પર બંને પગ ઢીંચણમાંથી વાળી એડી પર બેસો.
- કોણીઓ સુધીના હાથને ભેગા રાખી, આંગળા પગ તરફ રહે એમ હાથના પંજા જમીન પર ટેકવો.
- હાથના આંગળા પક્ષીઓને પગની માફક પહોળા પ્રસરેલા રાખો જેથી સંતુલન બની રહે.
- ધીમે ધીમે બંને પગ પાછળ લંબાવો. બંને કોણી દુંટીની બંને બાજુએ ગોઠવો.
- પૂર્ણ સમતુલનમાં રહે તે રીતે પગને જમીનથી અધ્ધર ઊંચકી લો.
- આ સમયે પગ માથાની સીધી લીટીમાં અધ્ધર થશે અને આખું શરીર એક લાકડીની માફક સીધું અને જમીનથી સમાંતર અધ્ધર થશે. માત્ર બે પંજાનો આધાર જમીન પર રહેશે.
- આ વખતે બેલેન્સ જાળવવાની કાળજી રાખવી.
- આ સ્થિતિમાં જેટલું રહેવાય તેટલું રહો. સામાન્ય રીતે ચાર-પાંચ સેકંડથી માંડી અભ્યાસ વધતાં એકાદ મિનીટ સુધી આ અવસ્થામાં રહી શકાશે.
- હવે ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પરત આવો. થોડીવાર આરામ કરો.
- શ્વાસોચ્છવાસ સામાન્ય રાખવા.
- શરૂઆતમાં વધારે સમય સુધી આ આસન કરવું નહિ.
- સંતુલન જાળવતા ધ્યાન રાખવું.
- ભારે ખોરાક ખાઈને આ આસન કરવું નહિ.
- જે લોકોને હાઇ બ્લડપ્રેશર હોય તેઓએ આ આસન ન કરવું જોઈએ.
- ક્ષય (ટીબી), હૃદય રોગ, અલ્સર તથા હર્નિયા રોગના દર્દીઓએ આ આસન કોઈ નિષ્ણાતની સલાહ મુજબ કરવું.
- મયૂરાસન પેટના દર્દો માટે ખૂબ ઉપયોગી છે.
- મયુરાસનથી પેટની અંદરના અવયવોને કસરત મળે છે અને તેનું સ્વાસ્થ્ય સુધરે છે.
- મયૂરાસનથી ડાયાબીટીસ અને પાઈલ્સની બિમારીમાં લાભ થાય છે.
- આ આસનથી ભૂખ ઉઘડે છે અને ખોરાક જલ્દી પચે છે.
- કબજિયાત દૂર થાય છે.
- જઠર અને લીવરની સર્વ ફરિયાદોમાં રાહત મળે છે.
- મયૂરાસનથી ફેફસાં સુદૃઢ બને છે.
- મયૂરાસનથી આળસ ગાયબ થાય છે અને શરીરમાં નવી સ્ફૂર્તિનો સંચાર થાય છે.
- આ આસનથી મુખ પર કાન્તિ આવે છે.
- આ આસનથી વાત, પિત્ત વગેરે દોષો દૂર થાય છે.
- વધી ગયેલ બરોળ, કલેજુ, મૂત્રપિંડ નીરોગી અને સુદૃઢ થાય છે.
- કફ પ્રકૃતિવાળાઓએ આ આસન ખાસ કરવા જેવું છે.
- આ આસનમાં હૃદયની ગતિ વધવાથી રક્તાભિસરણ ઝડપથી થાય છે. જેથી શુદ્ધ લોહી શરીરના કોષોમાં ફરી વળે છે.