Friday, 13 September, 2024

રાષ્ટ્રીય મતદાતા દિવસ જાણો કેમ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાર દિવસ

437 Views
Share :
national voters day

રાષ્ટ્રીય મતદાતા દિવસ જાણો કેમ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય મતદાર દિવસ

437 Views

શા માટે 25 જાન્યુઆરીએ જ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે?

ભારત એક લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રનો પાયો મતાધિકાર છે. જ્યાં 18 વર્ષની ઉંમર ધરાવતા દરેક નાગરિકને કોઈ જ ભેદભાવ કે દબાણ વગર પોતાના પસંદના નેતા ચૂંટવાનો અધિકાર છે. નાગરિકોને તેમના મતદાન અધિકારો વિશે જાગૃત કરવાના અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે.

ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી, ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ દેશમાં બંધારણ અમલમાં આવ્યું હતું. પહેલા આ દિવસને માત્ર યાદ કરવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2011થી તેને એક દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2011માં 25 જાન્યુઆરીએ પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી હતી. ત્યારથી, રાષ્ટ્રીય મતદાર દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.

આપણા દેશમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમનું ચૂંટણી કાર્ડ પણ નથી બન્યું. આથી આ દિવસે જાગૃતિ અભિયાન ચલાવીને નવા મતદારોનો મતદાન યાદીમાં સામેલ કરવામાં આવે છે. તેમજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. 

શું છે આ વર્ષની થીમ

દર વર્ષે રાષ્ટ્રીત મતદાર દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષની થીમ ‘નથિંગ લાઈક વોટિંગ, વોટ ફોર શ્યોર’ (Nothing Like Voting, I Vote For sure) છે. જ્યારે 2023ની થીમ નથિંગ લાઈક વોટિંહ આઈ વોટ ફોર શ્યોર હતી.

આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ

આ રાષ્ટ્રીય મતદાર દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવવાનો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે. દેશના મતદારોને સમર્પિત, રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ મતદારો, ખાસ કરીને નવા યુવા મતદારોની નોંધણીની સુવિધા માટે પણ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે અલગ અલગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે અને પ્રથમ વખત મતદારોને તેમના મતદાર ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવે છે. યુવાનો માટે ઘણી જગ્યાએ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે. ભારત 14મો રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ રાજ્યો અને જિલ્લાઓમાં તૈયારીઓ કરી લીધી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *