Friday, 21 March, 2025

Revu Tara Dhukadu Lyrics in Gujarati |  Vishal Hapor 

283 Views
Share :
Revu Tara Dhukadu Lyrics in Gujarati |  Vishal Hapor 

Revu Tara Dhukadu Lyrics in Gujarati |  Vishal Hapor 

283 Views

|  રેવું તારા ઢુંકડું લિરિક્સ ગુજરાતીમાં |

હો મારી વાલી તમે મળ્યા મને જ્યારથી
 મારા જીવન માં સુખ આયું ત્યારથી

જીવથી વધારે વાલા લાગો છો મને
સાતોજનમ માગું હું તમને

હે વાલુ લાગે છે મને તારું ગામડું
હે વાલુ લાગે છે મને તારું ગામડું
તારું હૈયું છે દરિયા જેવડું
હો મારે રેવું છે બસ તારા ઢુકડુ

હો હોય હાથોમાં હાથ તારા સાથનો
સાત ભવે ભવનું માંગુ હું તો માંગણું
મારે પણ રેવું વાલમ તારા ઢુકડુ

હો આંખ ખોલું તો જોવું મુરત તમારી
રાત દિવસ જોવી સુરત તમારી
હે આખી દુનિયામાં વ્હાલું તારું મુખડું
વાલુ લાગે છે મને તારું ગામડું
હો મારે રેવું છે બસ તારા ઢુંકડું
મારે પણ રેવું વાલમ તારા ઢુકડુ

હો દિ ઉગ્યે વાલમ તારી ઉઠવાની રાહ જોઉં
તારી આંખોમાં મારો આખો સંસાર જોઉં

હો હૈયાનું હેત ઉતરી પાલવમાં આવતું
તારા અંગોમાં હુ તો સોળે શણગાર જોઉં

હો મારા વાલમજી મારા હૈયાનો હાર છે
એના વિના તો મારો સુનો સંસાર છે
હો કોને જઈને કેવું મારૂ દુઃખડું
સવાર પડે છે એનું જોઈ મુખડું
મારે પણ રેવું વાલમ તારા ઢુકડુ
હો મારે રેવું છે બસ તારા ઢુંકડું

હો વગડાની વાટમાંને સરવરની પાળ રે
ઉછળે છે હેલ માંથી સાજનનું વ્હાલ રે

હો પાયલની સાથ બાંધું હૈયાની દોરને
ક્યારે પૂછો ના વાલમ હૈયાના શુ હાલ છે

હો આંખોમાં નેહ તારી છલકે છે એટલો
હેતથી જમાડે તારા હાથે તું રોટલો
હે તારા હૈયામાં બાંધુ મારું ઝૂંપડું
વાલુ લાગે છે મને તારું ગામડું
હો મારે રેવું છે બસ તારા ઢુંકડું
મારે પણ રેવું વાલમ તારા ઢુકડુ
હો મારે રેવું છે બસ તારા ઢુંકડું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *