Sunday, 22 December, 2024

દીકરી માટે માટે જન્મદિવસ ની શુભકામના

1056 Views
Share :
birthday wishes for daughter

દીકરી માટે માટે જન્મદિવસ ની શુભકામના

1056 Views

મારૂ ગૌરવ મારી વહાલી દીકરી ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ અને
જીવનમાં ખૂબ ખ્યાતી મેળવો અને પ્રગતિ કરો તથા સફળતાના ઊંચા શિખરો સર કરો એવી શુભકામનાઓ....

જન્મદિવસની લાખ લાખ શુભેચ્છાઓ મારી દીકરી ને
મારી નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી...

લાડકવાઈ મારી દીકરી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ...
છમ છમ કરતી આવી ઢીંગલી...
કોડ થયા આજ પુરા...
હસતી રમતી આવી ઢીંગલી,
મહેકાવ્યા ઘર આંગણા ...
કાલુ ઘેલું બોલતી ઢીંગલી,
ચોર્યા સૌના દિલડા ....
સૌની છે એ વ્હાલી ઢીંગલી ,
નાનકડી છે મારી પરી ...

મારી લાડકી દીકરી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ભગવાન મહાદેવ ને પ્રાર્થના કે આપને સ્વસ્થ અને નિરોગી જીવન આપે અને આપ ની હર મનોકામના પૂર્ણ થાય.
Happy Birthday

વ્હાલનો દરિયો , હાસ્યનું કારણ,
જીવન મસ્ત છે, એનું તું છે કારણ
જન્મદિવસની શુભકામનાઓ દીકરી

મારી પુત્રી એ મારા અદ્ભુત કુટુંબનો આનંદદાયક ઉમેરો છે.
તેના દરેક સ્મિત મારા વિશ્વને થોડું તેજસ્વી બનાવશે.
મારી નવી રાજકુમારીના જન્મ પર અભિનંદન

અમે આ દિવસની ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈએ છીએ કારણ કે...,
આ દિવસે અમારી પ્રિય પુત્રી નો જન્મદિવસ છે!
જન્મદિવસ ની શુભકામના પુત્રી

મારી વ્હાલી દીકરી,
હંમેશાં જીવનમાં ખુશ રહે,
તુ હૃષ્ઠપૃષ્ઠ, તંદુરસ્ત અને હસતી રહે
મારા આશીર્વાદ છે દીકરી…
વારંવાર આ દિવસ આવે,
વારંવાર આ દિલ ગાયે,
તું જીવે હજારો વર્ષ કે વર્ષના દિવસ હોય પચાસ હજાર.
મારી લાડકવાયી દીકરીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
મહાદેવ ના આશીર્વાદ સદાય તારા સાથે રહે.
હેપી બર્થ ડે બેટા

નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
મમ્મીનો એક હાથ છે દિકરી
જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ મારી પરી......

મારી રાજકુમારીને જન્મદિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ છે.
એટલે નહીં કે આજે તારો જન્મદિવસ છે પરંતુ...
એટલે કે આજે એ દિવસ છે
જ્યારે પહેલી વખત મેં મારી ઢીંગલી ને જોઈ હતી.
હું આશા રાખું છું કે આ દિવસ પણ...
એટલો જ ખાસ રહે, જેટલી તુ છે.
દાદા, દાદી, મમ્મી અને પપ્પા તરફથી તને ખૂબ પ્રેમ.
દરરોજ તુ અમને હસવા માટે હજારો કારણો આપે છે..
તેનાથી કોઈ ફેર નથી પડતો કે...
કેટલા જન્મદિવસ આવે,
તું હંમેશાં અમારા માટે નાની ઢીંગલી રહીશ.
બેટા, અમે તારા જન્મદિવસ માટે તેમજ આગામી ભવિષ્ય માટે આશીર્વાદ આપીએ છીએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *