Sunday, 22 December, 2024

જન્મદિવસ નિમિતે શુભકામના બદલ આભાર

462 Views
Share :
thank you massage for birthday wishes

જન્મદિવસ નિમિતે શુભકામના બદલ આભાર

462 Views

જન્મદિવસ તો મારો હતો પણ...
એને સુંદર બનાવવા માટે એમાં હાથ તમારો હતો.
અમૂલ્ય હતા એ શબ્દો તમારા અને દિવસ ખૂબસૂરત બન્યો મારો હતો
તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ

એ દરેક વ્યક્તિ, જેમણે આજે મારા જન્મદિવસે મને શુભકામનાઓ પાઠવી, તેમનો ધન્યવાદ.
આજનો દિવસ મારા માટે ખૂબ ખાસ હતો અને આ ખાસ દિવસનો તમે મહત્ત્વનો ભાગ હતા.
મારા જન્મદિવસ પર મને યાદ કરનારા દરેક લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.
મારો જન્મદિવસ હોય અને તમારી શુભકામનાઓ ના હોય એવું ક્યારેય ન બને અને...
એ શુભકામનાઓ બદલ મારો તમને આભાર વ્યક્ત ના હોય એવું પણ ક્યારેય ન બને
તમારો ખૂબ ખૂબ આભાર મારા જન્મદિવસની શુભકામનાઓ બદલ

સ્વયં થી હું નથી...
આપ થકી જ ઓળખાણ થઈ મારી...
મારૂ સરનામું માત્ર પરિવાર આપ સૌે મિત્રો...
અને આપની અપાર શુભેચ્છાઓ... પ્રેમ... પ્રોત્સાહન... અને લાગણી.. આ મારા જીવન સાચી ની મૂડી છે.Thank You So Much For Making My Day Special

આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપવા બદલ આભાર.
આવી જ રીતે આપ સૌનાં શુભ આશિષ મળતાં રહે એવી અભિલાષા...

રૂબરૂ, ફોન, મેસેઝ, સોશીયલ મીડિયા માધ્યમથી શુભકામનાઓ પાઠવી તેનો હું દિલ થી આભાર વ્યકત કરૂ છું.
આટલા વર્ષોમાં મેં શું મેળવ્યું?
એનો જવાબ 'તમે બધાં' છો...
કારણ વિના તમે બધાં મને ચાહો છો...
મારી સાથે ઊભા રહો છો...
મને બિરદાવતા રહો છો...
આપ સૌને હું વંદન કરું છું અને હકથી કહું છું કે આમ જ સાથે રહેજો..
બસ આપના પ્રેમ, લાગણી અને વિશ્વાસ ની અભિલાષી...
આભાર ....આભાર....આભાર .....

મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ મારા સ્નેહીજનો,
મિત્રો તથા મારા વ્હાલા મિત્રોએ રૂબરૂ, ફોન, મેસેઝ, સોશીયલ મીડિયા માધ્યમથી શુભકામનાઓ પાઠવી તેનો હું દિલ થી આભાર વ્યકત કરૂ છું. દ્વારકાધીશ ની કૃપાથી
આજે મારો જન્મદિવસ યાદગાર બનાવવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર.
આભાર ....આભાર....આભાર .....

આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી એ બદલ હું દિલથી આપ સૌનો આભાર માનું છું.
કોઈ ને પણ આભાર માનવાનું રહી ગયું હોય તો ક્ષમા ચાહું છું
આમ જ આપ સૌ હંમેશા મને આશીર્વાદ અને શુભકામનાઓ આપી મારી સાથે રહેશો એવી આશાજય માતાજી

મારા જન્મદિવસ નિમિતે મને શુભકામનાઓ આપનારા મારા વડીલો,
મારા સાથી અને મારા તમામ મિત્રો આપ સર્વે નો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

ઘણા બધા સ્નેહી મિત્રોના આવા મહત્વના દિવસે સમય ને આધિન, શરત ચૂક,
જાણ ન હોવાના કારણે ઘણા બધા મિત્રોને હું અભિનંદન પાઠવી શકતો નથી એનો મને રંજ છે પણ...
આપ સૌએ ફક્ત આપ-લે નો વ્યવહાર ન રાખતા લાગણી અને સંવેદના થકી મારા જન્મદિવસે હેતથી શુભેચ્છા પાઠવી મારા ને તમારા સબંધો ને આપણા બનાવ્યા છે જેનો મને ખુબ આનંદ અને ગૌરવ છે...
આપણો પ્રેમ સદાય એક બીજા પર વરસતો રહે એવી પ્રાર્થના સાથે ફરીથી સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સહ પ્રણામ

દિવસો તો આવીને ચાલ્યા જતા હોય છે પરંતુ તેને ખાસ બનાવનાર છે તે તમામ લોકો દિલમાં મધુર છાપ છોડી જાય છે.
આવું જ કઈક મારી સાથે થયું. વર્ષમાં એક દિવસ માટે જે સેલિબ્રિટી ફિલિંગ હતી એની વાત અનેરી છે.
જન્મ દિવસ નિમિતે જેમણે મને શુભેચ્છા પાઠવી તે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *