Home
categories
Search
Social
Menu
By-Gujju06-11-2023
By Gujju06-11-2023
માઁ ભલે હોવ તારા થી દુર હું આજે તારી લાડકી, તોફાની, નટખટ ઢીંગલી,પણ તારી યાદોને વાગોળવા હું લાવી છું સાસરે તે અપાવેલી મારી પહેલી ઢીંગલી.
ફૂલોએ અમૃતનો જામ મોકલ્યો છે,સૂર્યએ આકાશમાં સલામ મોકલી છે,તમને જન્મદિવસની શુભેચ્છાઓ,અમે આ સંદેશ તમને હૃદયથી મોકલ્યો છે.
સૌથી પેલા માઁ ને સંભારે જીવ,જાણે અજાણે પણ સમજે જીવ,ઈશ્વર સુધી સંદેશો મોકલે એકજ જીવ,જે સરળતાથી પૂર્ણ થાય માઁ થકી જીવ.
મમ્મી તું વઢે ને હું રિસાવું,તારૂં મને વ્હાલથી હાથે થી જમાડવું,આજે પણ એજ હું જંખુ,ચાલને ફરી આજ એ પુનરાવર્તન કરવું.
માઁ તારો ખોળો ખુંદી હું મોટી થઈ, પણ જ્યારે મારા ખોળાનું ખૂંદનાર આવ્યું બાળક ને માઁ થઈ, ત્યારે તારી દરેક રોક -ટોક ની સાચી કદર મને થઈ.
માઁ તારૂં વ્હાલ ચાંદાનાં તેજ જેવું લાગે શીતળ,જીવનમાં આવેલા અંધકારને પળવારમાં કરી દે તું ભૂતળ.
‘માં’ બસ એકનામ ને સાથે હોવાનો અહેસાસ કાફી છે,જે સઘળા જીવનના દુઃખને દુર કરવાને બસ કાફી છે.
જેમણે મારી આંગળીઓ પકડી અનેમને ચાલવાનું શીખવ્યુંઆવા મારી માતાને જન્મદિવસની શુભેચ્છાઓ ..!
એ પ્રભુને મારી પ્રાર્થના છે તમારું આવનારું વર્ષ અને તમારું બાકીનું જીવન પ્રેમ અને આનંદથી ભરેલા રહો.
માઁ આજે ભલે થયો મોટો પણ છું તો એજ નાનપણનો તારો કાનો,હા આજેપણ તારી વઢ ખાવાને તને અણગમતું કાર્ય કરતો છાનોમાનો.
Previous post
mummy 19
Next post
Mummy 21